પીએમ કિસાન સમ્માનનીધી યોજના હેઠળ તમે લાયક છો કે નહિ આ રીતે તપાસો


PM Kisan Samman Nidhi: પીએમ કિસાન સમ્માન યોજના હેઠળ 12 હપ્તા આપી ખેડૂતોને રકમ ચૂકવાઈ ગઈ છે. પણ ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ સાથેજ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા એવા ખેડૂતો છે કે જેઓ લાભાર્થી નહિ હોવા છત્તાં આ યોજનાનો લાભ લઇ લીધો છે. તેથી સરકાર તે રૂપિયા વસુલવાની તૈયારી કરી રહી છે. ગેર લાયક ખેડૂતોએ આ રૂપિયા પરત કરવા પડશે. જો તમે જેલ જવા નથી માગતા તો ખોટી રીતે લીધેલા રૂપિયા પરત કરી આપો.

આ પણ વાંચો:Investment Tips: માત્ર 15 વર્ષમાં જ ભેગા કરી શકો છો રૂ.50 લાખ, બસ આ રીતે કરો રોકાણ

આ યોજના વિષે

તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે. આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તે આપવામાં આવે છે. જેમાં દર હપ્તે રૂ.2000 આપવામાં આવે છે. સામાન્ય રીતે પહેલો હપ્તો 1 એપ્રિલ થી 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટ થી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બર થી 31 માર્ચ દરમ્યાન આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ

આ ખેડૂતોને નથી મળવા પાત્ર

- બન્ને પતિ-પત્ની જો ખેડૂત હોય તો બન્નેને આ લાભ મળવા પાત્ર નથી.

- આ સિવાય જો ખેડૂત પરિવારમાંથી કોઈ સભ્ય ટેક્સ ભરી રહ્યો છે તો તેને પણ આ લાભ મળશે નહિ.

- તેમજ જો કોઈ ખેડૂત બીજા ખેડૂત પાસેથી ભાડાની જમીન રાખી અને ખેતી કરે છે તો તેમને પણ મળવા પાત્ર નથી. કારણકે લાભ મેળવવા માટે જમીનની માલિકી જરૂરી છે.

- આ સિવાય ખેડૂત પરિવારમાંથી કોઈ બંધારણીય પદ પર કાર્યરત હશે તો તેઓને પણ લાયક ગણવામાં આવશે નહિ.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

આ લોકોને પણ લાયક ગણવામાં આવશે નહીં

- આ સિવાય ડોક્ટર, એન્જીનીયર, સીએ, આર્કિટેક્ચર અને વકીલ જેવા પદ પર કાર્યરત હશે તેઓને પણ લાભ મળવા પાત્ર નથી. પછી ભલે તેઓ પણ મૂળભૂત ખેડૂતજ હોય અને ખેતી પણ કરતા હોય.

- તેમજ 10000 કે તેથી વધુ પેનસનનો લાભ પ્રાપ્ત કરી રહેલા નિવૃત કર્મચારીઓને આ રૂપિયા મળશે નહિ.

આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’

રૂપિયા પરત કરવા કે નહિ એ તપાસવાની રીત

- જો તમે આ વાતની ખરાઈ કરવા માગો છો કે તમારે રૂપિયા પરત કરવાના છે કે નહિ. તો સૌવ પ્રથમ pm.kisan.gov.in પર વિઝિટ કરો.

- જેમાં તમને રિફંડ ઓનલાઇનનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ 2 ઓપ્શન જોવા મળશે.

- જો તમે રૂપિયા રિટર્ન કરી દીધા હોય તો પહેલા ઓપ્શન પર ટીક કરો. ત્યાર પછી તમારે તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને બેન્ક ખાતા નંબર દાખલ કરવાનો રહેશે.

- ત્યાર પછી સ્ક્રીનમાં દર્શાવેલ શબ્દો લખીને ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે. પછી જો “You are not eligible for refund any amount” નો મેસેજ આવે તો તમારે કોઈ રકમ પરત કરવાની રહેશે નહિ. પરંતુ જો રિફંડ અમાઉન્ટ લખેલી આવે તો તમારે તે પરત કરવાની રહેશે.

Published by:Darshit Gangadia

First published:

Tags: Agricultural, PM KISAN benefits, PM Kisan Samman Nidhi Yojana, PM Kisan Scheme



Source link

Leave a Comment