Table of Contents
ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બનશે: મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આગમી સમયમાં સુરેન્દ્રનગર સુધી ઔદ્યોગિક પટ્ટો બની જશે. આ સાથે સાથે ધોલેરા હિન્દુસ્તાનનું ધમધમતું કેન્દ્ર બની જશે.’ બાવળામાં ભાષણ આપતી વખતે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. આ સાથે સાથે તેમણે ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની પણ વાત કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા અત્યારે ભારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી પણ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે આવી છે.આ પણ વાંચો: શું પદ્મવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે?
ગુજરાત વિકાસના પંથે છે: પ્રધાનમંત્રી
વડોદરામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘અત્યારે વિદેશના લોકો ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે ખૂબ રસ લઈ રહ્યા છે. ગુજરાતને ઉદ્યોગ ક્ષેત્રે ખુબ પ્રગતી કરી છે. આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આપણે બ્રિટનની અર્થવ્યવસ્થાને પછાડીને પાંચમી અર્થવ્યવસ્થા બની ગયા છે. વડોદરામાં હવાઈ જહાજ બનાવાના કારખાનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.’
આ પણ વાંચો:ચૂંટણી કમિશનર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક પર ઉઠ્યા સવાલ
વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે: મોદી
વડોદરામાં પ્રધાનમંત્રીએ ભાજપ દ્વારા કરવામાં આવેલા કોમોની જાંખી આપી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીએ દેશમાં આવેલા 5જીની પણ વાત કરી હતી. સાથે સાથે તેમણે ગુજરાતમાં કરવામાં આવેલા અનેક કામોની વિગતે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, ‘વડોદરાના લોકોએ મને મોટો કર્યો છે. આજે પણ વડોદરાના જૂના લોકો મને યાદ આવે છે.’ આ સાથે પ્રધાનમંત્રીએ વડોદરાવાસીઓ પાસે પોતાની અંદાજમાં મતદાનનાં તમામ રેકોર્ડ તોડવાની વાત કરી હતી.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, ગુજરાત