- સ્પેનના ફૂટબોલ વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી મોટી જીત
- ફેરાન ટોરેસે બે ગોલ નોંધાવ્યા
અલ-થુમામા, તા.૨૩
સ્પેને કોસ્ટા રિકા સામે ૭-૦થી ધમાકેદાર વિજય મેળવતા ફિફા વર્લ્ડકપનો ભારે આત્મવિશ્વાસ સાથે પ્રારંભ કર્યો હતો. સ્પેનનો આ વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી મોટો વિજય હતો. જ્યારે કોસ્ટા રિકા માટે આ પરાજય આત્મવિશ્વાસને ફટકો પહોંચાડે તેવી હતી. ગૂ્રપ ઓફ ડેથ તરીકે ઓળખાતા આ ઈ ગૂ્રપમાં સ્પેન અને જાપાન ૩-૩ વિજય સાથે ટોચના બે સ્થાન પર છે. જે પછી જર્મની અને કોસ્ટારિકા છે. હવે આ ચારમાંથી બે જ ટીમ આગેકૂચ કરશે. આ કારણે જાપાન સામે ૨-૧થી હારેલા જર્મની પર ભયનું વાતાવરણ સર્જાયું છે.
અલ-થુમામાં રમાયેલી મેચમાં ડાની ઓલ્મો, માર્કો એસેન્સિઓ, ગાવી, કાર્લોસ સોલેર અને એલ્વારો મોરાટાએ એક-એક ગોલ નોંધાવ્યા હતા. જ્યારે ફેરાન ટોરેસે ૩૧મી મિનિટે પેનલ્ટીની મદદથી ગોલ કર્યો હતો. જ્યારે બીજો ગોલ ૪૧મી મિનિટે નોંધાવ્યો હતો. સ્પેનના ૧૦૪૩ પાસની સામે કોસ્ટારિકાના માત્ર ૨૩૧ પાસ જ હતા.