બિસલેરીની ડિલરશીપ લઈને કરો લાખોમાં કમાણી, આ રીતે કરો એપ્લાય


નવી દિલ્હીઃ તમે પણ બિસલેરી કંપનીની એજન્સી લેવા માંગો છો અને તમને એ વાતનો ખ્યાલ નથી આવી રહ્યો કે આ માટે શું કરવાનું છે, તો અમે તમારા તમામ સવાલોના જવાબને લઈને આવ્યા છે. બિસલેરીની ડીલરશીપ લેતા પહેલા તમને કેટલીક વાતની જાણકારી હોય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે બિસલેરી સીલ પેક પાણીની બોટલોનું વેચાણ કરે છે અને તેનુ માર્કેટમાં વિશ્વસનીય નામ છે. તો ચાલો જાણીએ બિસલેરીની ડીલરશીપ લેતા પહેલા તમારે શું કરવાનું છે અને તેના માટે કઈ રીતે એપ્લાય કરી શકાય છે.

બિસલેરીની ડિસ્ટ્રીબ્યુટરશીપ પહેલા કરો માર્કેટ રિસર્ચ

CNBC-TV18 હિન્દીના અહેવાલ અનુસાર, કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવું તે ખૂબ જરૂરી માનવામાં આવે છે. માર્કેટ રિસર્ચ દ્વારા તમે પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છે. એ માહિતી પણ મેળવો કે તમે કેવા પ્રકારનો બિઝનેસ કરી શકો છો હોલસેલ કે રિટેલ. આ તમામ પ્રકારની માહિતી લીધા પછી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે એપ્લાય કરો.

બિસલરી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે જગ્યાની જરૂરીયાત

કોઈ પણ બિઝનેસ માટે તમારે સ્પેસની જરૂરિયાત હોય છે. બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે પણ આવું જ છે, તમારે જગ્યાની જરૂરિયાત હશે. તમારે બોટલ રાખવા માટે એક ગોડાઉનની જરૂર પડશે અને અલગથી એક દુકાનની પણ જરૂર પડશે. લગભગ 2500થી 3000 સ્કેવર ફીટની જગ્યાની જરૂરિયાત તમારે આ ડિલરશીપ માટે પડશે.

બિસલરી ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે ખર્ચ

જો તમે બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માંગો છો તો તમારે એક મોટી રકમ પણ ખર્ચ કરવી પડશે. કદાચ તમને 10થી 15 લાખની જરૂર પડશે. સ્ટાફ અને ડિલરશીપનો ખર્ચ મેળવીને તમારે લગભગ આટલો ખર્ચ કરવો પડી શકે છે.

ઓનલાઈન એપ્લાઈ કરવાની રીતે

સૌથી પહેલા તમારે બિસલેરી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.bisleri.com પર જવું પડશે.
અહીં હોમ પેજ ઓપન થશે, અહીં તમને નીચેની તરફ કોન્ટે્ક એસનો ઓપ્શન જોવા મળશે, તેની પર ક્લિક કરવાનું છે.
ત્યાં ક્લિક કરવા પર તમે એક ફોર્મ દેખી શકશો, તેમાં તમારે માંગવામાં આવેલી માહિતી- જેમ કે આખું નામ, ઈમેલ આઈડી, ફોન નંબર અને જગ્યા ભરવી પડશે.
સમગ્ર માહિતી નાંખ્યા પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું છે.
ફોર્મ સબમિટ થયા પછી તમામ ડિટેલ કંપનીની પાસે જતી રહેશે અને ત્યાંથી તમારો સંપર્ક કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Paytm યુઝર્સ અન્ય UPI એપ પર સીધા જ રુપિયા ટ્રાન્સફર કરી શકશે,જાણો A to Z પ્રોસેસ

બિસલેરી ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આઈડીપ્રુફ- આધાર કાર્ડ, પાન કાર્ડ કે વોટર આઈડી કાર્ડ
એડ્રેસ પ્રુફ- રેશન કાર્ડ કે ઈલેક્ટ્રિસિટીનું બિલ
તમારા બેન્ક એકાઉન્ટનું પાસબુક
પાસપોર્ટ સાઈઝનો ફોટો
ફોન નંબર
ઈમેલ આઈડી
એજ્યુકેશન ડોક્યુમેન્ટ
જીએસટી નંબર
પ્રોપર્ટી ડોક્યુમેન્ટ
જમીનના કાગળ
લીઝ એગ્રીમેન્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)

Published by:Vrushank Shukla

First published:



Source link

Leave a Comment