બેદરકારી: સાસુમાંને હોસ્પિટલે ગંદી બેડશીટ પર સુવડાવ્યા, જજ સાહેબ ખુદ ત્યાં આવ્યા અને પછી થઈ જોવા જેવી


પ્રયાગરાજ: પ્રયાગરાજમાં અલ્હાબાદ હાઈકોર્ટના જજના સાસુ હોસ્પિટલમાં ભરતી થયા હતા. જ્યાં ગંદી બેડ સીટ નહીં બદલી આપતા હોસ્પિટલના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હોસ્પિટલના પ્રિન્સિપાલે કામમાં લાપરવાહી રાખવા બદલ બે નર્સ અને એક વોર્ડ બોયને સસ્પેન્ડ કરી દીધો છે. આ પ્રકારની ઘટના માટે હોસ્પિટલના પ્રિન્સિપલે દિલગીરી વ્યક્ત કરી હતી.

હકીકતમાં હ્દય રોગથી પીડિત જજની સાસુમાની એસઆરએનમાં સારવાર થઈ રહી હતી. દર્દીને જે વોર્ડના બેડ પર ભરતી કરાવ્યા હતા, ત્યાં તૈનાત નર્સ અને વોર્ડ બોયના કામમાં શિથિલતા જોવા મળી. હકીકતમાં તેમની બેડશીટ ગંદી હતી. જજની પત્નીએ હોસ્પિટલના કર્મચારીઓને બેડશીટ બદલવાની ભલામણ કરી. પણ હોસ્પિટલના સ્ટાફે તેમની વાત માની નહીં.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ : ગેસ સિલેન્ડર ફાટતાં બે માળનું મકાન ધ્વસ્ત, 10 લોકોનાં મોત, 12 ઘાયલ

જજની પત્નીએ હોસ્પિટલના કર્મચારીઓને ફરીથી આગ્રહ કર્યો કે આ બેડશીટ બદલી નાખો. તેના પર ફરી વાર હોસ્પિટલના સ્ટાફે કોઈ જવાબ આપ્યો નહીં. અને કહ્યું બાદમાં કહ્યું કે, કોઈ બેડશીટ નથી. એવુ હોય તો, તમારા ઘરેથી બેડશીટ લઈ આવો. પત્નીએ આ સમગ્ર ઘટનાની જાણકારી ફોન કરીને જજને બતાવે. જજ ખુદ હોસ્પિટલે પહોંચ્યા અને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

મોતીલાલ નહેરુ મેડિકલ કોલેજના સ્વરુપ રાની નહેરુ હોસ્પિટલના પ્રિન્સિપાલને જ્યારે આ અંગેની જાણકારી મળી તો, તેઓ પણ ત્યાં દોડી આવ્યા, તેમણે બેડ કવર બદલવાની સાથે અન્ય વ્યવસ્થા પણ કરી આપી.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 29 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

જજે ત્યાં આવેલા પ્રિન્સિપાલને ઠપકો આપ્યો અને પુછ્યું કે, શું તમે દર્દીને ઘરેથી ચાદર લઈ આવવાની વાત કરો છો ? તેના પર પ્રિન્સિપાલે હાથ જોડીને માફી માગી અને કહ્યું કે, આગળથી હવે આવું નહીં થાય. સાથે જ તેમને આ ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા.

Published by:Pravin Makwana

First published:

Tags: Prayagraj



Source link

Leave a Comment