બોલરોના દેખાવના કારણે બેટ્સમેનોની મહેનત પાણીમાં, ચાર બોલરોએ આપ્યા 12ની એવરેજથી રન


મોહાલી : કેમેરોન ગ્રીનની (61) અડધી સદી પછી ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ વેડની જ્વલંત ઇનિંગ્સના આધારે T20I શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરી. 3 મેચની સીરિઝ (IND vs AUS)ની પ્રથમ T20 મેચમાં કાંગારૂ ટીમે ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમની ફિલ્ડિંગ નબળી રહી તેણે 3 કેચ છોડ્યા. આ સિવાય 4 બોલરોએ 12થી વધુની ઈકોનોમી સાથે રન લૂંટાવ્યા હતા. જે હારનું સૌથી મોટું કારણ બન્યું. ગ્રીન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. હાર્દિક પંડ્યા (71*) અને કેએલ રાહુલ (55)ની અડધી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે 208 રનનો સારો સ્કોર બનાવ્યો હતો. જે ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં 6 વિકેટે હાંસલ કરી લીધું હતું. શ્રેણીની બીજી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં રમાશે.

ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં કેમરૂન ગ્રીનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત ઓપનિંગ કરવાની તક મળી. તેણે બીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારની શરૂઆત બગાડી અને 4 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન એરોન ફિન્ચે 13 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા હતા. તેને ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલે બોલ્ડ કર્યો હતો. ગ્રીન અને સ્મિથે બીજી વિકેટ માટે ઝડપી રન બનાવ્યા અને અડધી સદીની ભાગીદારી કરી. અક્ષર પટેલે આઠમી ઓવરમાં હાર્દિકના બોલ પર ગ્રીનને જીવનદાન આપ્યું, જ્યારે તે 43 રન પર હતો.

200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા

9મી ઓવરમાં રાહુલે ફરી સ્મિથનો કેચ લોંગ ઓફ પર છોડી દીધો હતો. ગ્રીને અક્ષર પટેલની બોલ પર મિડવિકેટમાં સિક્સર ફટકારીને તેની અડધી સદી પૂરી કરી. ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. 200 થી ઉપર સ્ટ્રાઈક રેટ રહ્યું. ભારતે 12મી ઓવરમાં 2 રિવ્યુ લીધા જેમાં તેને સ્મિથ (35 રન) અને ગ્લેન મેક્સવેલની વિકેટ મળી. પરંતુ ઓસ્ટ્રેલિયાના રન રેટમાં કોઈ ઘટાડો થયો ન હતો.

આ પણ વાંચો- IND vs AUS: ભારતની હાર પછી ભૂવનેશ્વરને મળ્યો ગોલ્ડ તો હર્ષલને સિલ્વર, મીમ્સનો આવ્યો પૂર

4 ઓવરમાં 52 રન

ભુવનેશ્વર કુમાર (4 ઓવરમાં 52 રન) ફરીથી 19મી ઓવરમાં મોંઘો સાબિત થયો અને તેમાં 16 રન આપ્યા. હર્ષલ પટેલે 18મી ઓવરમાં 22 રન આપ્યા હતા. મેથ્યુ વેડે 2 અને ટિમ ડેવિડે એક સિક્સર ફટકારી હતી. વેડ 21 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેમાં તેમણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યારે ડેબ્યૂ કરી રહેલો ડેવિડ 14 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે 4 ઓવરમાં 17 રન આપીને 3 જ્યારે ઉમેશ યાદવે 2 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 3.2 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષલે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા.

રાહુલે અપાવી સારી શરૂઆત

કેએ રાહુલે તેની 35 બોલની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને તેના સ્ટ્રાઇક રેટની ટીકાનો જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હાર્દિકે 30 બોલનો સામનો કરતી વખતે શાનદાર બેટિંગ કરી અને 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. આ બે સિવાય સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 46 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (2) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. રાહુલ અને સૂર્યકુમારે 42 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી.

Published by:mujahid tunvar

First published:

Tags: Cricket Fight, IND vs AUS, India vs australia, Team india



Source link

Leave a Comment