બે દિવસ પહેલા જ ભાજપમાંથી 7 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
આ 19 કાર્યકરોએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવાત તેમને પક્ષમાંથી હાંકી કઢાયા
અમદાવાદ,તા.22 નવેમ્બર-2022, મંગળવાર
ગુજરાત વિધાન સભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે આ દરમિયાન ટિકિટ ન મળતા કેટલાક ઉમેદવારોની નારાજગી અને વિરોધ પણ સામે આવ્યો હતો. ત્યારે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે બીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા વગર ઉમેદવારી કરનારા 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. બીજા તબક્કાનીની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 12 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેથી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી આ 12 કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આમ ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 19 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.
બે દિવસ પહેલા જ ભાજપમાં 7 નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા.
ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલાં જ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં એવા 7 નેતાઓને નામ સામે આવ્યા હતા, જેમણે પક્ષના વિરોધમાં જઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી, જેના કારણે ભાજપ અધ્યક્ષે ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાંથી રાજીનામું આપ્યા વગર ઉમેદવારી કરનારા 7 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સામે 7 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેથી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી આ 7 કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અગાઉ સસ્પેન્ડ કરાયેલા 7 કાર્યકરોના નામ
- હર્ષદ વસાવા
- અરવિંદ લાડાણી
- છત્રસિંહ ગુંજારિયા
- કેતન પટે.
- ભરત ચાવડા
- ઉદય શાહ
- કરણ બારૈયા