ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રીતિંદર સિંહ સોઢી (Ritindar singh Sodhi)એ પણ રિષભ પંતની ટીકા કરી છે. તેણે આ વિકેટકીપર બેટ્સમેન પર કડક શબ્દોમાં સવાલ ઉઠાવતા કહ્યું છે કે, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. પંત ભારતના ઉભરતા સ્ટાર્સમાંનો એક રહ્યો છે અને મેનેજમેન્ટ તેને ભારત માટે તમામ ફોર્મેટના વિકેટકીપર તરીકે તૈયાર કરવા માંગે છે. ન્યૂઝીલેન્ડ સામેની ભારતની વન-ડે સિરીઝ પહેલા ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં સોઢીએ ભારતીય વ્હાઇટ-બોલ લાઇનઅપમાં પંતના સ્થાને સંજુ સેમસનનું સમર્થન કર્યું હતું.
ટીમ ઇન્ડિયા માટે બની રહ્યો છે બોજ
તેણે કહ્યું કે,”તે ટીમ ઇન્ડિયા માટે બોજ રૂપ બની રહ્યો છે. જો એમ હોય તો સંજુ સેમસનને લઈ આવો. અંતે, તમને તે તક મળી કારણ કે તમે હારીને વર્લ્ડ કપ અથવા આઇસીસી ટુર્નામેન્ટ્સમાં બહાર નીકળી શકવાનું જોખમ ન લઇ શકો. જ્યારે તમે ઘણી બધી તકો આપો છો, ત્યારે સમસ્યાઓ ઉભી થાય છે. નવા લોકોને તકો પૂરી પાડવાનો સમય આવી ગયો છે.”
આ પણ વાંચો: લગ્ન કર્યા વિના જ બાપ બની ગયો સ્ટાર ક્રિકેટર! સરેઆમ સોશ્યલ મીડિયામાં કરી જાહેરાત
દરેક વસ્તુની એક મર્યાદા હોય છે
વધુમાં જણાવ્યું કે, “તેમને કેટલી તકો મળે છે અને કેટલો સમય મળે છે તે તો સમય જ બતાવશે. સમય પસાર થઈ રહ્યો છે અને તેઓએ ખરેખર જોર લગાવવું પડશે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તમે આટલા લાંબા સમય સુધી એક ખેલાડી પર નિર્ભર ન રહી શકો. જો તે પ્રદર્શન ન કરી રહ્યો હોય, તો તમારે તેને બહારનો રસ્તો બતાવવો પડશે.” રિષભ પંતે ભારત માટે 27 વન-ડે અને 66 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે પાવર-હિટર સંજુ સેમસન માત્ર 26 આંતરરાષ્ટ્રીય વ્હાઇટ બોલ મેચમાં રમ્યો છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે સુખદ સંકટ! ગબ્બર, ગીલ, શ્રેયસ અને સુંદર બધા જબરદસ્ત ફોર્મમાં, કોને રમાડવા? કોને નહીં
ન્યૂઝીલેન્ડ સામે પંતનો દેખાવ સરેરાશ રહ્યો
રિષભ પંતને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમવાની તક મળી હતી. જ્યારે સંજુ સેમસનને ક્યારેય પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહતી. ન્યૂઝીલેન્ડ સામે પંતનો દેખાવ સરેરાશ રહ્યો છે. તેણે બીજી મેચમાં 13 બોલમાં 6 રન બનાવ્યા હતા અને ત્યારબાદ છેલ્લી મેચમાં 5 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સિરીઝની પ્રથમ મેચ ધોવાઈ ગઈ હતી. આ મેચોમાં પંતને ઇશાન કિશન સાથે ઓપનિંગ કરવાની તક મળી હતી. હવે રિષભ પંતનું ભાવિ તેના પોતાના જ પર્ફોમન્સ પર ટકેલું છે, કારણ કે તેને ટીમ ઈન્ડિયાનો ‘મેઈન’ વિકેટકિપર માનવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર