ભારતીય ટીમ સતત બીજા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસે પહોચી છે. ગત વખતે અહી ત્રણ વન ડેની સીરિઝમાં 1-2થી હાર ઝેલવી પડી હતી. આ વખતે રમાયેલી ત્રણ મેચની વન ડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ શરૂઆતના બન્ને મુકાબલા જીતી લીધા છે.
હરમનની સદી જીત માટે બની નિર્ણાયક
આ સાથે જ સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. જ્યારે બુધવારે રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમને 88 રને હરાવ્યું હતું. આ જીતામં કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની રમતથી આક્રમક રમત રમી હતી.
આ પણ વાંચો : IND Vs AUS: રોહિત શર્મા T20Iમાં સિક્સર કિંગ બનવાથી માત્ર એક પગલુ દૂર
હરમનપ્રીત કૌરે 111 બોલમાં અણનમ 143 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 4 સિક્સર અને 18 ફોર ફટકારી હતી. હરમનનો સ્ટ્રાઇક રેટ 128.83નો રહ્યો છે. મેચમાં હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. હરમનની કરિયરની આ પાંચમી વન ડે સદી હતી.
આ રીતે ભારતીય ટીમે મેચ જીતી
બીજી મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં હરમનપ્રીત કૌરની સદીની મદદથી ભારતીય ટીમે 5 વિકેટ પર 333 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેમાં હરલીન દેઓલે 58 રનની ઇનિંગ રમી હતી.
334 રનના પડકારના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 44.2 ઓવરમાં 245 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. ટીમ માટે માત્ર ડેનિલે વાઇટે 65 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રેણુકા સિંહે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Harmanpreet kaur