વિલિયમસન નેપિયરની ટી-20 નહીં રમે
ન્યૂઝીલેન્ડને રવિવારે 20 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી શ્રેણીની બીજી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કેપ્ટન કેન વિલિયમ્સન એ ટીમ માટે સૌથી વધુ સ્કોર કર્યા હતા. તેણે 52 બોલમાં 61 રનની ઈનિંગ રમી જેમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી. હવે તે નેપિયરમાં યોજાનારી ત્રીજી T20 મેચમાં રમી શકશે નહીં. આ સીરીઝની નિર્ણાયક મેચ પણ હશે, કારણ કે તે હાર્યા બાદ કિવી ટીમ પણ સીરીઝ ગુમાવશે. તે જીતવા પર આ શ્રેણી 1-1 ની બરાબરી પર સમાપ્ત થશે.
આ પણ વાંચો: હવે સોલોમન આઇલેન્ડમાં 7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ભીતિ, ઇન્ડોનેશિયામાં મોતનો આંકડો 162
ટિમ સાઉદીથી કમાન સંભાળશે
કેન વિલિયમસનની ગેરહાજરીમાં અનુભવી ઝડપી બોલર ટિમ સાઉદી હવે ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડનું સુકાન સંભાળશે. વિલિયમસનની જગ્યાએ ડાબોડી બેટ્સમેન માર્ક ચેપમેનને બોલાવવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે જણાવ્યું કે, વિલિયમસન મેડિકલ એપોઇન્ટમેન્ટને કારણે આગામી મેચમાં રમી શકશે નહીં. તેણે એ પણ કહ્યું કે વિલિયમસનની કોણીની સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: રોહિત શર્માને પણ કાઢો… ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ ઉઠી માંગ
વનડે શ્રેણીમાં ભાગ લેશે
સ્ટીડના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય વિલિયમસન શુક્રવારથી ઓકલેન્ડમાં શરૂ થનારી ODI શ્રેણી પહેલા ટીમ સાથે ફરી જોડાશે. તેણે કહ્યું, કેન વિલિયમ્સ કેટલાંક સમયથી એપોઇન્ટમેન્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કમનસીબે તે અમારા શેડ્યૂલમાં ફિટ થતું ન હતું. અમારા ખેલાડીઓ માટે તેમનું સ્વાસ્થ્ય જ પ્રથમ સ્થાને છે. અમે વિલિયમ્સને ઓકલેન્ડમાં જોવા માટે આતુર છીએ. વિલિયમસને અત્યાર સુધીમાં 88 ટેસ્ટ, 155 વનડે અને 87 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 3rd T20I, IND vs NZ, India vs new zealand, T20 cricket