RBIના રિપોર્ટ અનુસાર, 2021-22માં કૃષિ મજૂરોનું રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન 323.2 રૂપિયા હતી. મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં, ખેતમજૂરોની દૈનિક વેતન રૂ. 217.8, તો ગુજરાતમાં તે રૂ. 220.3 છે. બીજી તરફ, કેરળમાં ગ્રામીણ ખેતમજૂરોને 726.8 રૂપિયા દૈનિક વેતન આપવામાં આવે છે. બાકીના રાજ્યોની વાત કરીએ તો ઓડિશામાં દૈનિક વેતન રૂ. 269.5, ત્રિપુરામાં રૂ. 270, મહારાષ્ટ્રમાં રૂ. 284.2 અને યુપીમાં રૂ. 288.0 છે.
આ પણ વાંચો: ભારતમાં 22 કરોડ ‘બાલિકા વધૂ’, જાણો ગુજરાતનું શું સ્થાન
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુએ કેરળ પછી સૌથી વધુ દૈનિક વેતન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ખેત મજૂરોને રૂ. 524.6, હિમાચલમાં રૂ. 457.6 અને તમિલનાડુમાં રૂ. 445.6 આપવામાં આવે છે.
બાકીના કામદારોની શું હાલત હતી?
બાંધકામના મજૂર: ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં સરેરાશ દૈનિક વેતન રૂ. 373.3 મળ્યું છે. અહીંયા પણ કેરળ મોખરે છે અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ પાછળ છે. કેરળમાં બાંધકામ કરતા કામદારોને રોજનું 837.7 રૂપિયા વેતન મળે છે. જ્યારે ગુજરાતમાં દૈનિક વેતન રૂ. 295.9 અને MPમાં રૂ. 266.7 છે.
મજૂરનું દૈનિક વેતન
બાગાયતી મજૂરો: ગયા વર્ષે, બાગાયતમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.329.7 હતું. આ મજૂરોને માત્ર MP અને ગુજરાતમાં જ સૌથી ઓછુ દૈનિક વેતન મળે છે. બાગાયતમાં રોકાયેલા મજૂરોને MPમાં રૂ. 203.5 અને ગુજરાતમાં રૂ. 216.5 મળ્યા છે, જ્યારે કર્ણાટકે મહત્તમ દૈનિક વેતન રૂ. 368.6 આપ્યું છે.
બિનખેતી મજૂરોઃ ખેતી સિવાયના અન્ય કામોમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.326.6 છે. અહીં પણ કેરળ ટોચ પર રહ્યું અને MP-ગુજરાત તળિયે રહ્યું છે. કેરળમાં બિન-કૃષિ કામોમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં 681.8 રૂપિયા દૈનિક વેતન મળ્યું છે. જ્યારે, MPમાં માત્ર 230.3 અને ગુજરાતમાં 252.5 રૂપિયા મળ્યા છે.
મનરેગામાં દૈનિક વેતન કેટલું?
મનરેગા એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી, આ અંતર્ગત મજૂરોને વર્ષમાં 120 દિવસ કામ આપવામાં આવે છે. આ મજૂરોને રોજનું કેટલું વેતન મળશે? તે દર વર્ષે વધે છે અને દરેક રાજ્યમાં બદલાય છે.
મજૂરનું દૈનિક વેતન
મનરેગા હેઠળ કામ કરતા મજૂરોને હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન મળે છે. હરિયાણામાં મજૂરોને દૈનિક મજૂરી તરીકે 331 રૂપિયા આપવામાં આવે છે. તે પછી ગોવા છે જ્યાં તમને રોજના રૂ.315 મળે છે. કેરળ ત્રીજા નંબરે છે અને અહીંના મજૂરોનું દૈનિક વેતન રૂ.311 છે.
આત્મહત્યાની ઘટનાઓ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ભારતમાં દર 12 મિનિટે એક દૈનિક વેતન મજૂર આત્મહત્યા કરે છે. NCRBના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશભરમાં આત્મહત્યા કરનારાઓમાં 42,004 દૈનિક વેતન કામદારો હતા. જેમા, 4,246 તો માત્ર મહિલાઓ જ હતી. તે મુજબ, ગયા વર્ષે, દરરોજ સરેરાશ 115 દૈનિક વેતન મજૂરો અને દર કલાકે 5 દૈનિક વેતન મજૂરોએ આત્મહત્યા કરી હતી.
દર વર્ષે આત્મહત્યા કરનારાઓમાંથી દર ચોથો વ્યક્તિ છૂટક મજૂર છે. 2021 માં 1.64 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને તેમાંથી 25% થી વધુ દૈનિક વેતન કામદારો હતા. 2020માં પણ આત્મહત્યા કરનારા 1.53 લાખ લોકોમાંથી 25 ટકા દૈનિક વેતન કામદારો હતા. તેવી જ રીતે, 2019 માં પણ 1.39 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી અને તેમાંથી 24 ટકા દૈનિક વેતન કામદારો હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Farmers News, Minimum Wages, RBI Alert