મલાઈકા અરોરા અને અમૃતા અરોરા તેમના જીવન પર આધારિત સિરીઝમાં સાથે કામ કરશે; ઘણા રહસ્યો ઉજાગર કરશે


નેટફ્લિક્સ (Netflix) પર આવેલી ‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ સિઝન-2 ની સુપર સક્સેસ પછી, હવે ‘અરોરા સિસ્ટર્સ’ વિશે બધું જાણવાની તૈયારી કરી શકો છો. વેબ સિરીઝ ‘અરોરા સિસ્ટર્સ’ મલાઈકા અરોરા(Malaika Arora) અને અમૃતા અરોરા(Amruta Arora)ના અંગત અને વ્યાવસાયિક જીવન પર કેન્દ્રિત હશે. લોકોએ આ બંનેને દરેક સોશિયલ મીડિયાના પેજ પર, બાંદ્રા અથવા મેનહટનની શેરીઓમાં મોજ કરતા, બોલિવૂડ મિત્રો અને તેમના બાળકો માટે સપોર્ટ કરતા, અને પત્ની, જીવનસાથી, માતા, મિત્રો અને બોસ લેડીઝ તરીકેની વિવિધ ભૂમિકાઓ વચ્ચે સંતુલન જાળવી આગળ વધતા જોયા છે. હવે તમને આ બાંદ્રા બોમ્બશેલ્સને વધુ નજીકથી અને અંગત રીતે જાણવાની તક મળશે. અરોરા બહેનો તમને તેમના ઘર અને જીવનમાં આમંત્રિત કરવા તૈયાર છે.

Pinkvillaના અહેવાલ મુજબ, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા શોમાં તેમના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરવાની છે. આ શોમાં અમૃતા અને મલાઈકાના આંતરિક વર્તુળના લોકો અને મિત્રોને પણ દર્શાવવામાં આવશે. આ શો મલાઈકા અને અમૃતા અરોરાના પરિવારના જીવનની આસપાસ ફરશે અને ચાહકોને તેમની જીવનશૈલીની ઝલક આપશે. તેમની દિવસભરની પ્રવૃત્તિઓ, અને ખાસ કરીને તેમના ભૂતકાળના જીવનના અનુભવો વિશે વાત કરશે. અરોરા બહેનોને આટલી નજીકથી જાણવું રસપ્રદ રહેશે તેમાં કોઈ શંકા નથી તેવું ચાહકોનું માનવું છે.

કરીના કપૂર ખાન અને તેમની ગર્લ ગેંગ સાથે અન્ય શોમાં પણ જોવા મળશે

‘અરોરા સિસ્ટર્સ’ પછી, મલાઈકા અને અમૃતા, કરીના કપૂર ખાન અને તેમની ગર્લ ગેંગ સાથેના બીજા એક શોનો પણ ભાગ હોવાનું કહેવાય છે. તેઓ બધા નેટફ્લિક્સ પર ‘Guts’ નામના અન્ય રિયાલિટી શોનો ભાગ બનશે. આ શો કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરાના જીવનની આસપાસ હશે.

અંગત જીવન પાર આધારિત ઘણી સિરીઝનો ક્રેઝ

તાજેતરમાં સ્ટાર્સના અંગત જીવન પાર આધારિત ઘણી સિરીઝ આવી ચુકી છે. સીમા ખાન, મહીપ કપૂર, ભાવના સિંઘ અને નીલમ સ્ટારર ‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ’ તેમજ નીના ગુપ્તાની દીકરી અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના જીવ આધારિત સિરીઝ ‘મસાબા મસાબા’ ખુબ સફળ રહી હતી. આ બંને નેટફ્લિક્સ પર આવી હતી. હવે ‘અરોરા સિસ્ટર્સ’ તેમના ચાહકો માટે આ આજ પ્રકારની નવી સિરીઝ લઈને આવી રહ્યાં છે. આ સીરિઝને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

First published:

Tags: Malaika Arora



Source link

Leave a Comment