મહિલા પાસેથી પોલીસને એક ડાયરી પણ મળી


અમદાવાદઃ ડ્રગ્સના ધંધામાં હવે યુવતીઓ પણ સંડોવાઈ રહી હોવાના સમાચાર મળતા રહે છે. આવી જ એક યુવતી સહિત ચાર લોકોની એસઓજીએ ધરપકડ કરી છે. આરોપી યુવતી ઘણા સમયથી મુંબઈથી ગુજરાતમાં આવી યુવાનો અને તેમાંય ડ્રગ એડિકટ લોકોને ફસાવતી હતી. આવા લોકોનો સંપર્ક કરી પૈસા ઉધાર આપી પૈસા પરત ન આપી શકે તો આ યુવાનોને ડ્રગ્સ પેડલર બનાવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સાથે સાથે પોલીસને એક ડાયરી પણ મળી આવી છે જેમાં અનેક ડ્રગ્સ એડિક્ટ યુવક અને હાઇપ્રોફાઇલ પરિણીત યુવતીઓના નામ પણ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

એક યુવતી સહિત ત્રણ યુવકો ઝડપાયા

અમદાવાદ એસઓજી ક્રાઇમે ગ્રાઉન્ડ ઝીરો ઓપરેશન પાર પાડ્યું છે. એસઓજીએ હકીકતમાં ગ્રાઉન્ડ પર જઇને ઉંડાણપુર્વકની તપાસ કરીને નાની માત્રાનું ડ્રગ્સ પણ કબજે કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક યુવતી સહિત ત્રણ યુવકો ઝડપાયા છે. આરોપી રૂપ સુંદરી એવી યુવતી ડ્રગ્સ વેચવા ખાસ મુંબઈથી ગુજરાત આવી અને હોટલમાં રોકાતી હતી. તે પહેલા યુવકોને શોધતી બાદમાં તેમની સાથે સંબંધો કેળવતી મિત્રતાા કરતી અને પછી પૈસા ઉછીના આપતી હતી. જો લીધેલા પૈસા આ યુવકો પરત ન આપે તો તેઓને ડ્રગ્સ પેડલર બનાવતી હતી.આ પણ વાંચો: લગ્ન કર્યા વિના જ બાપ બની ગયો સ્ટાર ક્રિકેટર!

સિઝા પાસેથી 29 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું

આ કેસમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસને એક ડાયરી પણ મળી આવી છે. જેમાં આશરે 100 ગ્રાહકોના નંબર પણ મળી આવ્યા છે. જે ગ્રાહકોમાં હાઈપ્રોફાઈલ યુવકો અને યુવતીઓનો સમાવેશ થાય છે. હાલ તો એસઓજીએ આ રૂપ હસીના એવી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને તેની સાથે શાહબાઝ ખાન પઠાણ, જૈનિષ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાસેથી એસઓજીએ 2.96 લાખનું 29 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે આરોપીઓને શાહપુર પાસેથી એક કારમાંથી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા આ ડ્રગ્સ મળી આવ્યું હતું. સિઝા રાત્રીના સમયે કેફે જેવી જગ્યાઓ પર જઈને યુવકનો સંપર્ક કરતી હતી. અહીંથી તેમના ધંધાને આગળ વધારવા માટેના કાવતરા શરૂ થતા.

આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ કે જ્યા વિકાસની વિજળી પહોચી જ નથી

સિઝાને અનેક યુવાનોને ડ્રગ એડિક્ટ બનાવ્યા

યુવતી સાથેના અન્ય આરોપીઓ ડ્રગ ડીલર સાથે સાથે ડ્રગ એડિક્ટ પણ બન્યા છે. આ યુવતી રહેનુમા ખાન પણ ડ્રગ એડિકટ હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં પેડલર તરીકે ઝડપાયેલા જૈનિષ દેસાઈની પત્ની ખ્યાતનામ કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. નવરંગપુરા ખાતે આવેલા કરોડોના બંગલામાં બેસી રહેનુમા ખાન ઉર્ફે સિઝા અને શાહબાઝ ખાન જૈનિષને ડ્રગ વેચવા મજબરુ કરતા હતા. ઉપરાંત ડ્રગ્સ સપ્લાયરના ત્રાસથી છૂટવા આરોપી જૈનિષે પરિવાર પાસેથી લાખો રૂપિયા લાવી આરોપીઓને ચૂકવ્યા હોવાની કબૂલાત કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedabad crime news, Drug Case, Gujarat Drugs



Source link

Leave a Comment