મેળામાંથી ચકડોળ તૂટી પડ્યા આકાશમાંથી નીચે પડ્યા લોકો


વૈશાલી: બિહારના હરિહર વિસ્તારના સોનપુર મેળામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. મેળામાં ઝૂલો તૂટીને નીચે પડ્યો છે. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા છે. કહેવાય છે કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે કેટલાય લોકો ચકડોળના આનંદ લઈ રહ્યા હતા. આ દરમિયાન ચકડોળનો એક ભાગ તૂટી ગયો અને ઉપર ચડેલા લોકો અચાનક નીચે પડ્યા. જેના કારણે કેટલાય લોકોને ગંભીર ઈજા થઈ. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

પ્રશાસને તપાસ શરુ કરી

તો વળી પ્રશાસન તરફથી રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. તાત્કાલિક ઘટના સ્થળ પર બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. જેનાથી બચાવ કાર્ય ઝડપી બને. જો કે, આ ઘટના કેવી રીતે બની, તેને લઈને કોઈ સત્તાવાર કારણ સામે આવ્યુ નથી. ઘાયલ લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સૌથી મોટી સમસ્યા એ હતી કે, ઘટનાસ્થળ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નહોતી, તેથી લોકોએ ઉચકીને ઘાયલોને ત્યાં પહોંચ્યા હતા.

Published by:Pravin Makwana

First published:

Tags: Bihar News





Source link

Leave a Comment