યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે ટૂંક સમયમાં લિમિટ નક્કી થશે


થર્ડ પાર્ટી યુપીઆઈ પેમેન્ટ સર્વિસ (Third Party UPI Payment Service)ના મામલામાં ગૂગલ પે અને ફોનપે (Google pay & Phone pay)નો એકાધિકાર આવતા મહિનાથી ખતમ થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) થર્ડ પાર્ટી યુપીઆઈ પેમેન્ટ સર્વિસ માટે કુલ ટ્રાન્ઝેક્શન લિમિટ (Transaction Limit) 30 ટકા સુધી મર્યાદિત કરવાના નિર્ણય પર આરબીઆઈ (RBI) સાથે વાતચીત કરી રહી છે. એનપીસીઆઈ આ નિર્ણયને 31 ડિસેમ્બરથી લાગુ કરવા માંગે છે.

આ પણ વાંચોઃ અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

હાલ ટ્રાન્જેક્શનની કોઇ લિમિટ નથી

હાલમાં કોઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ન હોવાને કારણે બે કંપનીઓ ગૂગલ પે અને ફોન પેનો માર્કેટ શેર વધીને લગભગ 80 ટકા થઈ ગયો છે. નવેમ્બર 2022માં એનપીસીઆઈએ એકાધિકારના જોખમને ટાળવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર્સ (TPAP) માટે 30 ટકા વ્યવહારોને મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિકાસની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં નાણાં મંત્રાલય અને આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે એનપીસીઆઈના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

આ મહીને જ આવી શકે છે નિર્ણય

એનપીસીઆઈ આ મહિનાના અંત સુધીમાં યુપીઆઈ માર્કેટની મર્યાદા લાદવાના મુદ્દે નિર્ણય લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનપીસીઆઈ હાલ તમામ શક્યતાઓનું મૂલ્યાંકન કરી રહી છે. 31 ડિસેમ્બરની સમયમર્યાદા વધારવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, એનપીસીઆઈને ઉદ્યોગના હિસ્સેદારો પાસેથી સમયમર્યાદા વધારવા માટેની વિનંતીઓ મળી છે અને તેમની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ટાટાની બનશે બિસલેરીઃ 7000 કરોડ રુપિયામાં ખરીદશે, ડીલની 5 મોટી વાત

કઇ બેંકની છે કેટલી ટ્રાન્જેક્શન લિમિટ?

ભારતીય સ્ટેટ બેંક

ભારતની સૌથી મોટી બેંક એસબીઆઇની UPI ટ્રાન્જેક્શન સીમા એક લાખ રૂપિયા છે. આ સિવાય તેની દૈનિક લેણદેણની સીમા પણ 1 લાખ રૂપિયા જ છે.

ICICI બેંક

ICICI બેંકની UPI ટ્રાન્જેક્શન મર્યાદા અને દૈનિક લિમિટ 10,000 – 10,000 રૂપિયા છે. જોકે, ગૂગલ-પે યૂઝર્સ માટે બંને લિમિટ 25000 હજાર રૂપિયા છે.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

બેંક ઓફ ઇન્ડિયા

બેંક ઓફ ઇન્ડિયાની પણ યૂપીઆઇ ટ્રાન્જેક્શન લિમિટટ અને ડેલી લિમિટ 1-1 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે.

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંકની ટ્રાન્જેક્શન લિમિટ 25000 રૂપિયા છે, જ્યારે દૈનિક યુપીઆઇ ટ્રાન્જેક્શન લિમિટ 50,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

HDFC બેંક

પ્રાઇવેડ સેક્ટરની સૌથી મોટી બેંક HDFCમાં UPI ટ્રાંજેક્શન અને ડેલી લિમિટ 1-1 લાખ રૂપિયા છે. જોકે, નવા ગ્રાહકને પહેલા 24 કલાક સુધી માત્ર 5000 રૂપિયા જ ટ્રાન્જેક્શન કરવાની પરવાનગી છે.

એક્સિસ બેંક

આ બેંકમાં UPI ટ્રાન્જેક્શન લિમિટ અને ડેલી લિમિટ 1-1 લાખ રૂપિયા છે.

First published:

Tags: Business news, Gujarati news, Personal finance



Source link

Leave a Comment