આ પણ વાંચોઃ- આમિરની દીકરી ઈરા ખાને સગાઈ કરી લીધી , ઘૂટણ પર બેસીને બોયફ્રેન્ડે અંગૂઠી પહેરાવી
Table of Contents
આમિરનો જમાઈ ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂક્યો છે
હકીકતમાં ત્રણ વર્ષ પહેલા નુપુર શિખરે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. થોડા મહિના પહેલા આવું જ ફોટોશૂટ રણવીર સિંહે કરાવ્યું હતું, જેના પછી તે વિવાદોમાં ફસાય ગયો હતો. તેના પર કેસ પણ થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે નુપુર શિખરે વર્ષ 2019માં આ પ્રકારનું શૂટ કરાવ્યું હતું. તેથી એ કહેવું ખોટું નથી કે નુપુર શિખરે રણવીર સિંહ કરતા પણ આગળ નીકળી ગયો.
કેપ્શનમાં શું લખ્યું હતું
નુપુર શિખરે, આમિર ખાનનો જમાઈ બનવાનો છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોવા પર ખબર પડી કે તેને ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા નુપુર શિખરેનું આ શૂટ ઘણું ચર્ચામાં પણ આવ્યું હતું. એક ગ્રાસલેન્ડ ફીલ્ડ પર નુપુર શિખરે કપડા વગર ભાગતો જોવા મળ્યો હતો. સાઈડ બોડીથી તેને ઘણા પોઝ આપ્યા હતા. આ ફોટોઝને પોસ્ટ કરતા નુપુર શિખરેએ કેપ્શનમાં લખ્યું હતું કે રનિંગ એક એવી ડિસિપ્લિન છે જે મારા માટે મેં પસંદ કરી હતી. રનિંગ તમને ઘણું બધું શીખવાડે છે.
કોણ છે નુપુર શિખરે
નુપર શિખરેની કરિયરની વાત કરીએ તો તેને Fitnessismથી શરૂઆત કરી હતી. આજના સમયમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નુપુર શિખરે ફિટનેસ એક્સ્પર્ટ અને કન્સલ્ટન્ટ તરીકે જાણીતો છે. આમિર ખાનને નુપુર શિખરેએ એક સમયે ટ્રેન કર્યો હતો. આ દરમિયાન ઈરા ખાન પણ તેની ફિટનેસથી ઈન્સ્પાયર થઈ ટ્રેનિંગ લેવા લાગી હતી. બંનેની વચ્ચે ટ્રેનિંગ દરમિયાન ગાઢ મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થઈ. ત્યારથી બને સાથે છે. બંનેએ બે વર્ષ લોકડાઉન દરમિયાન લિનઈનમાં રહ્યા હતા. સ્પેશિયલ મૂમેન્ટને ઈરા ખાન હંમેશાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી જોવા મળતી હતી. તે સાથે જ ઈરા ખાને તે પણ સ્વીકાર્યું હતું કે નુપુર શિખરેએ તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aamir khan, Nude Photoshoot