Table of Contents
રસી લીધી હશે તો પણ સંક્રમિત કરશે
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની પોલ જી. એલન સ્કૂલ ફોર ગ્લોબલ હેલ્થના સંશોધકોએ હાથ ધરેલા સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ખોસ્ટા-2’ મોનોક્લોનલ એન્ટિબોડીઝ અને સીરમ બંને માટે પ્રતિરોધક છે. આ સાથે જ તે SARS-CoV-2 રસી લેનારા લોકોની માનવ કોષિકાઓમાં પણ પ્રવેશ કરી શકે છે. આ થિસિસ ‘PLOS પેથોજેન્સ’ જર્નલમાં પ્રકાશિત થયો છે.
આ પણ વાંચોઃ હવે હરણોમાં મળ્યો વાયરસ, ચેપગ્રસ્તને બનાવી દે છે ઝોમ્બી!
આ વાયરસ રસીકરણની ઝૂંબેશ માટે ખતરારૂપ
ખોસ્ટા-2 અને સાર્સ-કોવી-2 સાર્બેકો વાયરસ સાથે સંબંધ ધરાવે છે. તે કોરોના વાયરસનું પેટાજૂથ છે. WSUના વાયરોલોજિસ્ટ અને અભ્યાસના અનુરૂપ લેખક માઈકલ લેટકોએ WSU ન્યૂઝને જણાવ્યુ કહ્યુ હતુ કે, ‘અમારું સંશોધન આગળ દર્શાવે છે કે સાર્બેકો વાયરસ એશિયા બહારના વન્યજીવનમાં છે. ત્યાં સુધી કે, પશ્ચિમ રશિયા જેવા સ્થળોએ પણ, જ્યાં Khosta-2 વાયરસ મળી આવ્યો છે. આ વૈશ્વિક સ્વાસ્થ્ય અને SARS-CoV-2 સામે ચાલી રહેલી રસી ઝૂંબેશ માટે પણ ખતરો પેદા કરી શકે છે.’
ખોસ્તા-2ની રસી શોધવાની જરૂરઃ લેટકો
મિસ્ટર લેટકોએ એમ પણ કહ્યુ હતુ કે, ‘SARS-CoV-2ના જાણીતા સ્વરૂપો સામે રક્ષણ આપવાને બદલે Khosta-2ની શોધ સામાન્ય રીતે સાર્બેકો વાયરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ હોય તેવી સાર્વભૌમિક રસી બનાવવાની જરૂરિયાત છે.’
આ પણ વાંચોઃ બાળકોમાં ચેપી રોગ Coxsackie નામના વાયરસનો કહેર
સંશોધનમાં માણસોને સંક્રમિત કરે તેવું સાબિત થયું
છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો સર્બેકોવાયરસ શોધાયાં છે. મોટાભાગે એશિયન ચામાચીડિયામાં. પરંતુ તેમાંના મોટાભાગનામાં માનવ કોષોને ચેપ લગાડવાની ક્ષમતા નથી. શરૂઆતમાં ખોસ્તા-2 વિશે પણ એવું જ વિચારવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના સંશોધનોએ ફરીથી મનુષ્યોમાં ફેલાતા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ખસ્તા-2 લોકો માટે ખતરારૂપ
તાજેતરમાં શોધાયેલા બે વાયરસ પર સંશોધન કરવા માટે મિસ્ટર લેકોએ બે WSU ફેકલ્ટી સભ્યો સાથે મળીને કામ કર્યુ છે. તેમનું નામ વાયરલ ઇકોલોજિસ્ટ સ્ટેફની સિફર્ટ, પહેલી લેખક અને વાયરલ ઇમ્યૂનોલોજિસ્ટ બોબી ગન છે. તેમણે શોધ્યું હતું કે, ખોસ્તા-1એ લોકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડ્યુ હતુ. જ્યારે તેના કરતાં ખોસ્તા-2 માણસ માટે ખતરારૂપ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Virus