રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.
રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયા હતા. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.
Table of Contents
હાલમાં ભાજપ સાથે જોડાયેલા હતા
2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. તેઓ હાલ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન હતા.
રાજુ શ્રીવાસ્તવ નેટવર્થ
રાજુના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1 જુલાઈ 1993ના રોજ લખઉની શિખા સાથે થયા હતા. બંનેને બે બાળકો છે. પુત્રનું નામ આયુષ્માન શ્રીવાસ્તવ અને પુત્રીનું નામ અંતરા શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવની કુલ સંપત્તિની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ દર મહિને લગભગ 10 લાખ સુધી કમાય છે. રાજુ શ્રીવાસ્તવ લગભગ 15થી 20 કરોડની સંપત્તિના માલિક છે.
આ પણ વાંચો: લક્ઝરી કારના શોખીન રાજુ શ્રીવાસ્તવ હતા કરોડોના આસામી
રાજુ શ્રીવાસ્તવનો મધ્યમ પરિવારમાં જન્મ
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું, તેઓ પોતે કવિ છે અને બલાઈ કાકા તરીકે જાણીતા છે. રાજુને પણ તેમના પિતા પાસેથી પ્રતિભા મળી. તેઓ નાનપણથી જ સારી મિમિક્રી કરતો હતો. રાજુએ નાનપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણા સ્ટેજ શો, ટીવી શોમાં કામ કર્યું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પોતાના દરેક સ્ટેજ શો માટે 4થી 5 લાખ રૂપિયા જેટલી ફી લે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Movie, Raju srivastav, બોલીવુડ