રૂપાલા અને માંડવિયાએ BJPના સ્થાનિક આયોજકોનો ઉધડો લીધો


નિકોલ- કૃષ્ણનગરની સભામાં ખુરશી ખાલી રહેતા નેતાઓ ગુસ્સે થયા

મીની સૌરાષ્ટ્ર ગણાતા નિકોલ, નરોડા, બાપુનગર અને ઠક્કરનગરની સભાઓમાં નબળા પ્રતિસાદથી ચિંતા

અમદાવાદ

અમદાવાદ પૂવના મીની સૌરાષ્ટ્ર ગણાતા વિસ્તારમાં એક સમયે સૌરાષ્ટ્રના
નેતાઓનો દબદબો હતો. પરંતુ
,
આ ચૂંટણીમાં મોટા ગજાના નેતાઓની સભામાં સ્થાનિક લોકોની પાંખી હાજરીને કારણે ભાજપની
ચિંતા વધી છે. મંગળવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરૂષાતમ રૂપાલા અને મનસુખ માંડવિયાની
જાહેરસભામાં અડધાથી વધારેની ખુરશીઓ ખાલી રહેતા બંને નેતાઓએ ભાજપના સ્થાનિક આગેવાનોેનો
ઉધડો લીધો હતો. સાથેસાથે ભાજપના પ્રચાર વિભાગને
આ બાબતે જાણ પણ કરી હતી.

રૂપાલાની સભાની ક્લીપ સોશિયલ મિડીયામાં ટ્રોલ થઇઃ મીની સૌરાષ્ટ્ર ગણાતા નિકોલ, નરોડા, બાપુનગર અને ઠક્કરનગરની
સભાઓમાં નબળા પ્રતિસાદથી ચિંતા

હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નેતાઓ ડોર ટુ ડોર
પ્રચાર કરવાની સાથે સાંજે વિધાનસભાના વિવિધ વોર્ડમાં સભાઓ પણ યોજી રહ્યા છે. મંગળવારે
ઠક્કરનગર વિધાનસભાના કૃષ્ણનગર વોર્ડમાં પુરૂષોતમ રૂપાલાની જાહેરસભા હતી.જે સભાનો વિડીયો
ગણતરીના કલાકોમાં જ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ સભામાં અડધા ઉપરની ખુરશી ખાલી
હતી અને રૂપાલા સંબોધન કરી રહ્યા હતા. જોે કે નિયત સમય કરતા ઝડપથી તેમણે સંબોધન પૂર્ણ
કરી દીધું હતું. મંગળવારે સાંજના સમયે રસપાન
પાર્ટી પ્લોટમાં નિકોલ વિધાનસભા માટે કેન્દ્રીય
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સભા હતી. જે સભામાં પુરૂષોતમ રૂપાલાની સભા કરતા ઓછી
હાજરી હતી અને સ્થિતિ એવી આવી ગઇ કે મોટાભાગની ખુરશીઓની હટાવી લેવી પડી હતી કારણ કે
ભરેલી કરતા ખાલી ખુરશી વધારે જોવા મળતી હતી.
આ બંને સભાઓ બાદ બંને નેતાઓએ ભાજપના સ્થાનિક આગેવાનો અને આયોજકોનો
બરાબરનો ઉધડો લેતા ત્યાં સુધી કહી દીધુ હતું કે અમારા કરતા કોઇ સ્થાનિક નેતાને લાવીને
સભા કરી હોત તો સારૂ હતો.. એક સ્ટાર પ્રચારકની સભામાં જો બે હજાર કરતા ઓછી જનમેદની
આવે તો તે સારા સંકેત ન કહી શકાય. સાથે સાથે અમદાવાદ પૂર્વમાં બનતી રાજકીય ઘટનાઓની
અસર સૌરાષ્ટ્રમાં પણ થતી હોય છે. તો આ બાબતે
ભાજપની પ્રચાર સમિતીને પણ વાકેફ કરવામાં આવી છે.



Source link

Leave a Comment