મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના લીધેલા પૈસાના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા
સુરત
મિત્રતાના સંબંધના નાતે હાથ ઉછીના લીધેલા પૈસાના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા
મિત્રતાના
સંબંધના નાતે હાથ ઉછીના લીધેલા રૃ.1.50 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા
આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનેષકુમાર એમ.શુક્લએ દોષી
ઠેરવી બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
પાંડેસરા
ગુ.હા.બોર્ડ તુલશીધામ ટેરેસ ખાતે પી.જી.ઓટોમેટીવના નામે ટુ વ્હીલર્સ ગાડીના સર્વિસ
તથા એસેસરીઝનું કામ કરતાં ફરિયાદી સંજયકુમાર વિઠ્ઠલ અધેરાએ પોતાના પરિચિત એવા
આરોપી પોપટ કરસન માંગુકીયા(રે.સત્યમ એપાર્ટમેન્ટ,વરાછારોડ)ને જુન-2017માં
સામાજીક કાર્ય માટે રૃ.1.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના
પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ચેક રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી
બાદ કોર્ટે આરોપીને સજા અને લેણી રકમ ફરિયાદીને વળતર તરીકે ન ચૂકવાય તો વધુ છ
માસની કેદનો હુકમ કર્યો હતો. આરોપીના બચાવપક્ષે તકરારી ચેક ફરિયાદીના કબજામાં કઈ
રીતે ગયો તે અંગે લીધેલા બચાવના સમર્થનમાં કોઈ પુરાવા ેરજુ કર્યો નહોતા.