રૃા.4 લાખના ચેક રીટર્ન કેસમાં ટેક્સટાઇલ ધંધાર્થીને બે વર્ષની કેદ


કોરાનાકાળનાં ધંધાની મંદી વખતે કોન્ટ્રાક્ટર મિત્ર પાસેથી હાથ ઉછીના લીધા હતા તેના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા


સુરત

કોરાનાકાળનાં ધંધાની મંદી વખતે કોન્ટ્રાક્ટર મિત્ર પાસેથી હાથ ઉછીના લીધા હતા તેના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા

કોરોનાકાળમાં
હાથ ઉછીના લીધેલા રૃ.
4
લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી
ટેક્ષટાઈલ ટ્રેડર્સને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનેષકુમાર એમ.શુક્લએ
દોષી ઠેરવી બે વર્ષની કેદ
,આરોપી 4 લાખનો
દંડ જમા કરાવે તો ફરિયાદીને રૃ.
4લાખ વળતર ન ચુકવે તો તો વધુ 6
માસની કેદની સજા ફટકારી છે.

ફરિયાદી
કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટર રવિ મનજી ડુંગરાણી(રે.શ્યામ વીલા ફ્લેટ્સ
, સિંગણપોર કોઝ-વે)ને
ટેક્ષટાઈલના ધંધા સાથે સંકળાયેલા આરોપી રાજેશ અલુગરામ મોર્ય (રે.સાંઈબાબા સોસાયટી
,પાંડેસરા) સાથે મિત્રતાના સંબંધ હોઈ વર્ષ-2020માં
કોરાના મહામારીના લીધે આર્થિક સંકડામણને લીધે વર્ષ-
2021માં
રૃ.
4 લાખ હાથ ઉછીના લીધા હતા.જે લેણાં નાણાંની ચુકવણીની
જવાબદારી પેટ પ્રોમિસરી નોટ તથા ચેક લખી આપ્યા હતા.માર્ચ-
2021માં આરોપીએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે રૃપિયાની સગવડ થઈ ગઈ હોઈ
અમે લખી આપેલા ચેક તમારા ખાતામાં નાખીને લેણી રકમ વસુલ કરી લેજો. પણ તે ચેક રીટર્ન
થતા કોર્ટ ફરિયાદ નોંધાવાઇ હતી.



Source link

Leave a Comment