લગ્નની સીઝન દરમિયાન ફરી એકવાર સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો તમારા શહેરની કિંમતો જાણો


નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા હતા. જોકે તેવામાં ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું તૂટીને 52 હજારની નીચે જવા તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 61 હજારથી નીચે ઉતરી ગયા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.15 ટકાના ઘટાડા સાથે 52,213 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.02 ટકા ઘટીને 60,975 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.15 ટકાના ઘટાડા સાથે 52,213 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.02 ટકાના ઘટાડા સાથે 60,975 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,213 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4978 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
Chennai ₹48,850 ₹53,290
Mumbai ₹48,250 ₹52,640
Delhi ₹48,400 ₹52,800
Kolkata ₹48,250 ₹52,640
Bangalore ₹48,300 ₹52,700
Hyderabad ₹48,250 ₹52,640
Kerala ₹48,250 ₹52,640
Pune ₹48,250 ₹52,640
Vadodara ₹48,300 ₹52,700
Ahmedabad ₹48,300 ₹52,700
Jaipur ₹48,400 ₹52,800
Lucknow ₹48,400 ₹52,800
Coimbatore ₹48,850 ₹53,290
Madurai ₹48,850 ₹53,290
Vijayawada ₹48,250 ₹52,640
Patna ₹48,280 ₹52,670
Nagpur ₹48,250 ₹52,640
Chandigarh ₹48,400 ₹52,800
Surat ₹48,300 ₹52,700
Bhubaneswar ₹48,250 ₹52,640
Mangalore ₹48,300 ₹52,700
Visakhapatnam ₹48,250 ₹52,640
Nashik ₹48,300 ₹52,700
Mysore ₹48,300 ₹52,700

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચોઃ EV Vehicle Loan: ઈલેક્ટ્રિક કાર કે બાઈક ખરીદવું છે પણ બજેટની છે ચિંતા? તો આ બેંક આપશે ઝટપટ લોન

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today



Source link

Leave a Comment