લતા મંગેશકરના ગીત પર વૃદ્ધ પતિ-પત્ની થયા રોમેન્ટિક, કર્યો સુંદર કપલ ડાન્સ


Elderly Couple Dance Video : તમે ઇન્ટરનેટ પર કપલ ડાન્સ તો ઘણા જોયા હશે પરંતુ અત્યારે એક એવો ડાન્સ વિડીયો વાઇરલ થયો છે જે જોઈને તમે લાગણીમાં ભીંજાય જશો. જો તમે પ્રેમ અને સોલમેટ જેવી લાગણીઓમાં વિશ્વાસ કરો છો, તો આ વિડીયો જોઈને તમારું દિલ ખુશ થઇ જશે. સૌથી ખાસ વાત એ છે કે આ વિડીયો કોઈ ટીનેજર્સ કે યુવા નવદંપતીનો નહિ પરંતુ એક વૃદ્ધ દંપત્તીનો છે. જેમનો પ્રેમ જોઈને ઈન્ટરનેટ પર લોકો તેમનામાંથી પ્રેરણા લઇ રહ્યા છે અને ખુશ થઇ રહ્યાં છે.

એક પાર્ટીમાં લતા મંગેશકરના આ જાને જા પર ડાન્સ કરતા વૃદ્ધ યુગલની ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ છે. તેમના ભાવ અને તેઓ એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈએં લોકોનું દિલ ખુશ થઇ ગયું છે.

આ પણ વાંચો: Video: બાળક પાસે જિરાફને ખવડાવવું પડ્યું મોંઘુ, હવામાં ઊંચકી લેતાં ગભરાયા માતા-પિતા

આ વાયરલ વિડીયો રોબિન નાકાઈ નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ શોર્ટ ક્લિપમાં લતા મંગેશકર(Lata Mangeshkar song)ના આઇકોનિક ગીત પર વૃદ્ધ બિરિંદર અને અમરજ્યોત ગિલને ધીમો ડાન્સ કરતા જોઈ શકાય છે. તેમની ખુશી અને લાગણી ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. આ સિવાય તેઓ જે રીતે સાથે ફરતા હતા તેના પરથી તેમનો પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો.

Published by:Samrat Bauddh

First published:

Tags: Couple, Dance video, વાયરલ વીડિયો





Source link

Leave a Comment