સીલ કરાયેલા 6 પૈકી એક લોકરમાંથી રોકડા રૃા.40 લાખ મળ્યા ઃ અગાઉ રૃા.2 કરોડ રોકડા, પાંચ કિલો ગોલ્ડ જ્વેલરી મળી છે
સુરત-સોનગઢમાં સર્ચ ઓપરેશનનો ત્રીજો દિવસ
સુરત
સીલ કરાયેલા 6 પૈકી એક લોકરમાંથી રોકડા રૃા.40 લાખ મળ્યા ઃ અગાઉ રૃા.2 કરોડ રોકડા, પાંચ કિલો ગોલ્ડ જ્વેલરી મળી છે
ઈન્કમટેકસ
વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગે સુરત-સોનગઢના લેન્ડબ્રોકર્સ,ખેડૂત ખાતેદાર,ફાયનાન્સર તથા સટ્ટા સાથે સંકળાયેલા અલગ અલગ વ્યવસાયીના કુલ છ સ્થળો પર
હાથ ધરેલી તપાસ આજે ત્રીજા દિવસે પુરી થઈ છે.આઈટીની સર્ચમાં અત્યાર સુધીમાં 250 કરોડની કિંમતના જમીન સંબંધી દસ્તાવેજો,2 કરોડની
રોકડ,પાંચ કીલો ગોલ્ડ જ્વેલરી તથા 6
બેંક લોકર્સ સીલથયા છે.જે પૈકી એક લોકર્સમાંથી 40 લાખ રોકડા
મળ્યા છે.
ગુજરાત
વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ વચ્ચે ત્રણ દિવસ પહેલાં સુરત-સોનગઢના ફાયનાન્સ,સટ્ટા,જમીન લે-વેચ સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયીના
અલથાણ,ભરથાણા, પાલ,અડાજણ,વેસુ તથા સોનગઢના છ જેટલા ધંધાકીય
પ્રિમાઈસીમાં સુરત ઇન્કમટેક્સ વિભાગે સર્ચ હાથ ધરી હતી.સુરત ઇન્કમટેક્સ વિભાગની
ડીડીઆઈવિંગના સર્ચના સકંજામાં અલથાણ ભરથાણાના ખેડૂત ખાતેદાર અર્જુન સોલંકી,ભરથાણાના બળવંત પટેલ સોનગઢના ફાયનાન્સર કીરીટ મહેતા,લેન્ડબ્રોકર
જામુ શાહ વગેરેની ધંધાકીય-રહેણાંક સ્થળોને
આવરી લેવામાં આવ્યા હતા.
ઇન્કમટેક્સ
વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ વેસુના લેન્ડબ્રોકર જામુ શાહે ગેલેરીમાંથી ફેંકેલી બેગમાં
જમીન સંબંધી 70 કરોડના વ્યવહારોને લગતા દસ્તાવેજો હોવાનું પ્રારંભિક તપાસમાં ખુલવા પામ્યું
છે.તદુપરાંત વ્યવસાયિક રીતે સંકળાયેલી વ્યક્તિઓ સાથેના નાણાંકીય વ્યવહારો સંબંધી અન્ટ્રીઓ
પણ હાથ લાગી છે.
ઇન્કમટેક્સ
વિભાગે ગઈકાલે પાંચ સ્થળો પર તપાસ પુરી કર્યા બાદ આજે ત્રીજા દિવસે એક સ્થળ પરની બાકી
તપાસ પુરી કરી છે.ઈન્કમ ટેક્સ વિભાગની ત્રણ દિવસની સર્ચ કાર્યવાહી દરમિયાન કુલ 250 કરોડના જમીન વ્યવહારો
સંબંધી દસ્તાવેજો જપ્ત કરીને ગેરરીતિ ન થાય તે માટે સ્કેન કરવામાં આવ્યા છે.સર્ચમાં
અત્યાર સુધીમાં કુલ 2 કરોડની રોકડ,પાંચ
કીલો ગોલ્ડ-જ્વેલરી તથા સાત લોકર્સ જપ્ત કરવામાં આવ્યા છે.જે પૈકી એક લોકર આજે ઓપરેટ
કરવામાં આવતા તેમાંથી 40 લાખ રોકડા મળ્યા છે.જ્યારે બાકીના લોકર્સ
ક્રમાનુસાર ઓપરેટ કરીને વધુ બેનામી સ્થાવર જંગમ મિલકતને લગતાં પુરાવા મેળવવામાં આવશે.ઇન્કમટેક્સવિભાગે
જપ્ત કરેલા કરોડો રૃપિયાના જમીન સંબંધી વ્યવહારોને લગતા દસ્તાવેજોના વેરીફિકેશનની કાર્યવાહી
દરમિયાન ઇન્કમટેક્સ વિભાગનો હાથ અન્ય વ્યવસાયીઓ ને વ્હાઈટ કૉલર સુધી પહોંચે તેવી સંભાવના
નકારી શકાય તેમ નથઈ.