- અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- રોડ-શો તેમજ જવાહર મેદાન સહિતના કાર્યક્રમોની માહિતી મેળવી વિભાગોના વડાઓને જરૂરી સૂચનો કરાયા
ભાવનગર : આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ભાવનગર જિલ્લાની મુલાકાતે આવવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી હતી.
બેઠકમાં અધિક મુખ્ય સચિવએ વડાપ્રધાન જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે રોડ-શો, અને જવાહર મેદાન ખાતેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાકગ અંગે કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે હોડગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાકગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી. વડાપ્રધાનનાં રોડ-શો માં સુરક્ષા વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડેકોરેશન અંગે અગાઉથી જ તે અંગેના જરૂરી પગલાઓ લેવામાં આવે તે માટેના જરૂરી સૂઝાવોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી દેવામાં આવી છે તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં ચેરમેન અને જી. એમ. બી. નાં વાઇસ ચેરમેન અને ચીફ એકઝયુકેટીવ, મહાનગરપાલિકા કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા નિયામક સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.