સુરત,તા.16 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીકની એસપાયર 2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ સાતમા માળેથી તૂટતા 7 મજૂરોના કરૂણ મોતના હજી ગણતરીના કલાકોમાં જ સુરતમાં એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા બે શ્રમિકોના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બામરોલી વિસ્તારની તુરૂપતિ પ્લેટિનિયમ કોમ્પલેક્સમાં આ ઘટના બની છે. આ બિલ્ડિંગના 14મા માળેથી નીચે પટકાતા બે કારીગરોના મોત થયા છે. આટલી ઉંચાએથી પટકાતા બે લિફ્ટનું કામ કરી રહેલ શ્રમિકોના મોત થયા છે.
આ બંને કારીગરો લિફ્ટનું રિપેરિંગ કામ કરી રહ્યાં હતા અને 14મા માળેથી પટકાતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં છે.
વધુ વાંચો : અમદાવાદઃ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં 7 મજૂરોના મોતની ઘટનાનો વીડિયો આવ્યો સામે