Table of Contents
લોકો અંધારામાં જિંદગી વિતાવે છે
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ ચાવડીયા ગ્રામ પંચાયત વિસ્તાર ચણસર બેટ ફળીયા ગામેં આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો અત્યારે અંધારામાં જિંદગી વિતાવી રહ્યા છે. આ ગામમાં રોડ રસ્તા, પાકા મકાનો કે ઇલેક્ટ્રિક લાઈટ જેવી કોઈ સુવિધાઓ નથી. અહીં ત્રણ પેઢીઓથી બનાવેલ કાચી માટીના મકાનો અને ચાલવા માટે પગદંડી રસ્તો છે. બીજી તરફ આ ગામ સુધી પહોંચવા ત્રણ કિલોમીટર સુધી ચાલતું જવું પડે છે.આ પણ વાંચો: બનાસકાંઠાથી લઈને આણંદની મહિલાઓનો દૂધ ઉદ્યોગથી લઈને રાજકારણમાં હસ્તક્ષેપ
અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, કોઈ અધિકારી કે કોઈ નેતાને આ પરિસ્થિતિ આજે પણ દેખાતી નથી. આ ગામમાં ચૂંટણી ટાણે નેતાઓ વોટ માંગવા આવે છે, અને મોટા મોટા વાયદા કરી ભોળી જનતા પાસેથી વોટ તો લઇ ચાલ્યા જાય છે. ગામલોકો અનેક વખત અધિકારીઓ અને નેતાઓને લેખિતમાં રજૂઆતો કરી ચુક્યા છે પરંતુ આખરે તે લોકોને નિરાશા જ મળી રહી છે. ચણસર બેટ ગામના લોકો ખેતી અને છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ પણ વાંચો: ‘આગામી સમયમાં ધોલેરામાં વિમાન બનશે’ બાવળામાં પ્રધાનમંત્રીનો વાયદો
અહીંની વાસ્તવિકતા આખી અલગ જ છે
ગુજરાતમાં વિકાસ થયો છે, તેની વાતો થઈ રહી છે. પરંતુ વાસ્તવિકતા આખી અલગ જ જોવા મળી રહી છે. આજે પણ આ ગામના લોકો વિકાસથી વંચીત જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિકાસની વિજળી આ ગામ સુધી પહોચી જ નથી. આજે પણ અહીંની મહિલાઓને ચૂલાથી મુક્તિ મળી નથી. તેમની જિંદગી ચૂલાની ફૂંકમાં જ ખર્ચાઈ રહી છે. આ ગામના લોકો માટે વિકાસ એક સપનું બનીને રહી ગયું છે. તંત્ર દ્વારા માત્ર સપના જ બતાવવામાં આવે છે તેને ક્યારેય પુરા કરવામાં આવતા નથી.
આ પણ વાંચો: શું પદ્મવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે?
શૌચાલયો જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી
પાકા મકાનમાં રહેલા લોકોને આ ગામની કાચા મકાનમાં રહેતા લોકોની પરિસ્થિતિને સમજવાનો સમય પણ નથી. ચૂંટણી પૂરી થયા પછી કોઈ નેતાને આ ગામનો વિચાર પણ આવતો નથી. આ ગામમાં રોડ રસ્તોઓ, શૌચાલયો જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી. રસ્તો ન હોવાને કારણે 108ની સેવા પણ મળી શક્તિ નથી. જો કોઈ વ્યક્તિ બિમાર પડે તો તેને દવાખાને લઈ જવા માટે રસ્તો પણ નથી. મતલબ કે આ ગામના લોકો માટે બિમાર પડવુ જાણે મોત બરાબર છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રસુતિ દરમિયાન કેટલીક મહિલાઓએ દમ તોડી દે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Devlopemnt, Gujarat Assembly Election 2022, ગુજરાત, વિકાસ