Table of Contents
બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી
ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ઇન્દિરા બ્રિજ સર્કલ પાસેથી દારૂની 1380 બોટલ જપ્ત કરીને બે આરોપીઓને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બે શખ્સો દારૂનો જથ્થો લઇને ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ આવી રહ્યા છે. ત્યારે બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બેરીકેડ મૂકીને દારૂ ભરેલી કારની વોચ કરી રહી હતી. આ દરમિયાનમાં એક ટાટા વિંગર કાર આવી હતી, જેને રોકીને ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટમાં દારૂ પીને યુવકે મચાવી ધમાલ
ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી
પોલીસે કાર ડ્રાઇવર ભાવેશ ઉર્ફે ચેતન અરવિંદભાઇ બારોટ (રહે, પ્રભુનગર સોસાયટી, અસારવા) તેમજ તેની સાથે પ્રકાશ સોમાજી પ્રજાપતિ (રહે, તેજાજી કાળુજીની ચાલી)ની ધરપકડ કરી હતી. દારુ મામલે પૂછતા બન્ને શખ્સોએ જણાવ્યુ હતુ કે, પ્રકાશ જાટ નામના રાજસ્થાનના શખસે દારૂ મોકલાવ્યો હતો અને બંટી પ્રજાપતિ (રહે, મેઘાણીનગર) અને હર્ષદ પ્રજાપતિ (રહે, ચમનપુરા) નામના બુટલેગરને આપવાનો હતો. હાલ ક્રાઇમ બ્રાંચે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદનાં પોશ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતો ઝડપાયો
અડાલજ પોલીસે આરોપીની ધરપકડ કરી
કારમાંથી ક્રાઇમ બ્રાંચને 115 પેટી દારૂની મળી આવી છે. જેની કિંમત 5.52 લાખ રૂપિયા થાય છે. કારનો જથ્થો ઇન્ટરનેશનલ સ્કૂલની વાનમાં આવી રહ્યો હતો. જેથી પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કબુલાત કરી છે કે, દારૂ ભરેલી કારને અડાલજ ત્રિમંદિર પાસેથી લીધી હતી. જેને બુટલેગર સુધી પહોચાડવાની હતી.
રેલવે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી
આ ઉપરાંત રેલવે પોલીસને પણ દારૂની તસ્કરી મામલે બાતમી મળી હતી કે, એક શખ્સ દારૂનો જથ્થો લઇને સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહ્યો છે. તે બાતમીના આધારે રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર 4-5 પર વોચમાં હતા. ત્યારે એક શખ્સ હાથમાં થેલો લઇને આવતો હતો. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા તેનું નામ અજય હંસરાજ સોલંકી (રહે, આધિનાથ નગર, ઓઢવ) હોવાનું સામે આવ્યું હતું. યુવકે પોલીસને જોતાની સાથે કહી દીધુ હતું કે, બેગમાં દારૂની બોટલો છે જેથી તેની ધરપકડ કરી લીધી હતી. રેલવે પોલીસે 12 બોટલ દારૂની જપ્ત કરીને કાર્યવાહી શરુ કરી છે. રેલવે પોલીસે અજય વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Ahmedabad police, Butlegar