વૈશ્વિક દબાણ વચ્ચે માર્કેટનું ફ્લેટ ઓપનિંગ, નિફ્ટી સેન્સેક્સમાં પ્રોફિટ બુકિંગ – News18 Gujarati


મુંબઈઃ ભારતીય શેરબજારમાં (Indian Stock Market) છેલ્લા કામકાજી દિવસમાં રેકર્ડ હાઈ જોવા મળ્યો હતો અને બજારે 62 હજાની સપાટી પાર કરી હતી. પરંતુ આજે વૈશ્વિક દબાણ હેઠળ શેર માર્કેટ દબાણમાં રહી શકે છે. એક્સપર્ટનું અનુમાન છે કે રોકાણકારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ જ છે પરંતુ શરુઆતના કારોબારમાં વેચવાલી તરફ જઈ શકે છે. જેનાથી માર્કેટ ઘટાડાનો સામનો કરી શકે છે.

સેન્સેક્સ છેલ્લા કોરોબારી સત્રમાં 762 અંકના મોટા ઉછાળા સાથે 62273 ના રેકોર્ડ હાઈ લેવલે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 217 અંકની તેજી સાથે 18484 પર પહોંચી ગઈ હતી. બીજી તરફ ગુરુવારે બજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગની એક્સપાયરી પણ હતી અને આ દરમિયાન રોકાણકારો ભારે શેર ખરીદ્યા હતા જેનાથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે આમ તો રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ બની રહેશે પરંતુ આજના શરુઆતના કારોબારમાં ગ્લોબલ માર્કેટના દબાણ હેટળ બજારમાં થોડો સમય માટે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

અમેરિકન બજારમાં તેજી

યુએસ શેરબજારમાં હાલમાં તેજી જોવા મળી રહી છે. મંદીનું જોખમ હોવા છતાં, રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન, યુએસ મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં સામેલ S&P 500 0.59 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જ્યારે ડાઉ જોન્સ 0.28 ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તો નાસ્ડેક 0.99 ટકાની તેજી સાથે બંધ થયો હતો.

યુરોપમાં પણ સળંગ ત્રીજા દિવસે તેજી

અમેરિકાના પગલે યુરોપિયન બજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન તેજી જોવા મળી હતી અને તમામ મુખ્ય શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. જર્મનીના શેરબજારમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન 0.78 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.42 ટકાનો વધારો જોવા મળ્યો હતો. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ પાછલા સત્રમાં 0.02 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

એશિયન બજારો દબાણ હેઠળ

ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને કડક લોકડાઉનના કારણે એશિયન બજારો આજે દબાણ હેઠળ છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.28 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 0.15 ટકાના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હોંગકોંગમાં 0.07 ટકા અને તાઇવાનમાં 0.04 ટકાનો વધારો થયો છે, પરંતુ દક્ષિણ કોરિયાના કોસ્પી પર 0.09 ટકાનો ઘટાડો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ પણ આજે 0.33 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

Published by:Mitesh Purohit

First published:



Source link

Leave a Comment