શાહરૂખના લાડલા આર્યનના પ્રેમમાં પાગલ આ પાકિસ્તાની એક્ટ્રેસ કોણ છે? શ્રીદેવીની સાથે કામ કરી ચૂકી છે


પાકિસ્તાની એક્ટ્રેસ સજલ અલી અત્યારે ચર્ચામાં છે. સજલે થોડા દિવસ પહેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેની સાથે જ તેણે આર્યન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હાર્ટવાળુ ઈમોજી શેર કર્યું હતું. હવે એક્ટ્રેસની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવા જઈ રહ્યા છે કે કોણ છે સજલ અલી.

કોણ છે સજલ અલી

સજલ અલી પાકિસ્તાની સિનેમાનું જાણીતું નામ છે. 17 જાન્યુઆરી 1994ના રોજ સજલનો જન્મ પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેના પિતાનું નામ સઈદ અલી છે અને તેઓ બિઝનેસમેન છે. તેની માતાનું નામ રાહત હતું. તેઓ એક હોમમેકર હતા. વર્ષ 2017માં તેમનું નિધન કેન્સરના કારણે થઈ ગયું હતું. સજલને બે બહેન ભાઈ છે. એક નાની બહેન સબૂર અલી જે એક્ટ્રેસ છે અને ભાઈ અલી સઈદ. રિપોર્ટ્સના અનુસાર, સજલ અલીના પિતાએ તેની માતાને છોડીને બીજા લગ્ન કરી લીધા હતા. તેની બહેન સબૂરે જણાવ્યું હતું કે પહેલા તે પિતાથી નારાજ હતી, પરંતુ હવે સારું બોન્ડિંગ છે.

આ પણ વાંચોઃ- શાહરૂખના લાડલા સાથે ઈલુ-ઈલુ કરવા માંગે છે પાકિસ્તાની એક્ટ્રેસ! સોશિયલ મીડિયા પર કર્યું ઇઝહાર-એ-મોહબ્બત

બોલિવૂડમાં કામ કરી ચૂકી છે સજલ

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સજલ અલી બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે. 17 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલી સજલ અલી પાકિસ્તાન સિનેમાનું મોટું નામ છે. લાહોરની રહેવાસી સજલના પિતા એક વેપારી છે. પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત 2009માં કરી હતી. તેના પછી ઘણા વર્ષો સુધી ટીવી સિરિયલમાં કામ કર્યું. સજલ બોલિવૂડમાં પણ કામ કરી ચૂકી છે.

ફવાદ ખાનની ફિલ્મ બેહદમાં સજલ અલીએ એક પરેશાન છોકરીની ભૂમિકા ભજવી હતી. સજલને આ પાત્ર માટે કરવામાં આવેલી એક્ટિંગના લોકોએ ઘણા વખાણ કર્યા હતા. 2017માં સજલે અભિનેત્રી શ્રીદેવીની સાથે મૉમ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

લગ્ન પછી પણ ચર્ચામાં સજલ

તમને જણાવી દઈએ કે સજલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ફેન્સની સાથે તે સતત ફોટો શેર કરતી રહે છે. સજલના ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. વર્ષ 2019માં સજલે પોતાના બોયફ્રેન્ડ અહદ રજા મીર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી સજલ ઘણી ચર્ચામાં પણ આવી હતી.

Published by:Priyanka Panchal

First published:

Tags: Aaryan Khan



Source link

Leave a Comment