શેરબજારમાં લોન્ચ થતાં જ આ શેરમાં રોકાણકારોની બલ્લે બલ્લે હવે આગળ શરું કરવું?


Kayens Technologyના શેરનું બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. બીએસઈ અને એનએસઈ બંને એક્સચેન્જ પર તેનું લિસ્ટિંગ લગભગ 33 ટકાના પ્રીમિયમ ભાવ પર થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આ શેર 775 રુપિયા પ્રતિ શેર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આ શેર 778 રુપિયા પ્રતિ શેરની કિંમતે લિસ્ટ થયો છે. આ ઈશ્યુમાં પ્રતિ શેર 587 રુપિયામાં રોકાણકારોને એલોટ કરવામાં આવ્યા હતા. કેન્સ ટેક્નોલોજી ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી લઈને અનેક ઈન્ડસ્ટ્રીઝ માટે ટેક્નોલોજીકલ સોલ્યુશન આપતી કંપની છે.

આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

હવે આગળ શું કરવું?

બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્સ ટેક્નોલોજી ઝડપથી વિકસતી ESDM સર્વિસ કંપની છે, જેનો પોર્ટફોલિયો વૈવિધ્યસભર છે.
કંપની પાસે મજબૂત બિઝનેસ મોડલ છે અને તે ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રીયલ, એરોસ્પેસ અને ડિફેન્સ, મેડિકલ ડિવાઈસીસ, રેલ્વે અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ સેગમેન્ટમાં છે.

આ ક્ષેત્રોમાં માંગ સતત વધી રહી છે. કંપની કન્ઝ્યુમર અને ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સમાં વધી રહેલી માંગ, વૈશ્વિક ઉત્પાદન વાતાવરણમાં થતા ફેરફારોનો લાભ લેવાની સ્થિતિમાં પણ છે.આવી સ્થિતિમાં લાંબા ગાળામાં આ શેરમાં સારો એવો નફો કમાઈ શકાય છે.

આ પણ વાંચોઃ Business Idea: બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો

કંપનીના લેખા-જોખા

FY2022 સુધી કંપની આવકમાં ઓટોમોટિવ સેગમેન્ટેનો 33.6% ફાળો હતો. જ્યારે ઔદ્યોગિક સેગમેન્ટે 29.8% ફાળો આપ્યો છે. આ સિવાય મેડિકલ સેગમેન્ટમાંથી 10.1%, રેલવે સેગમેન્ટમાંથી 10.4% અને કન્ઝ્યુમર સેગમેન્ટમાંથી 8.4% ફાળો છે. વધતી માંગ સાથે કંપનીની ઓર્ડરબુકમાં નાણાકીય વર્ષ 2019-22 વચ્ચે 63% CAGRની વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની ઓર્ડર બુક વધીને રૂ. 2,266 કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ 22 વર્ષની ઉંમરે તમારા ખાતામાં હશે 1 કરોડ, એક્સપર્ટે કહ્યું બસ આટલું કરો

IPOથી એકઠા થયેલા રુપિયાનું કંપની શું કરશે?

ફ્રેશ ઈશ્યુ દ્વારા એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 149 કરોડનો ઉપયોગ પેટા કંપની માટે નવી સુવિધા સ્થાપવા માટે કરવામાં આવશે. 130 કરોડ રૂપિયાનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે.

રૂ.115 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે, અને બાકીના રૂ.99 કરોડનો ઉપયોગ કંપની હાલની મેન્યુફેક્ચરિંગ સુવિધાની ક્ષમતાના વિસ્તરણ માટે કરશે. નોંધનીય છે કે ભારતમાં કંપની કર્ણાટક, હરિયાણા, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં 8 પ્રોડક્શન યુનિટ ધરાવે છે.

આ પણ વાંચોઃ બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો

આ પહેલા ડિફેન્સ સેક્ટર્સના શેર્સમાં સારો પ્રતિસાદ

DCX Systems Ltd, Data Patterns India Ltd, Dreamfolks Services Ltd, Krishna Defence & Allied Industries Ltd, Paras Defence and Space Technology Ltd અને MTAR Technology એ થોડા સમય પહેલા IPO લોન્ચ કર્યા હતા. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Earn money, IPO News, Share market, Stock market Tips



Source link

Leave a Comment