છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો સેન્સેક્સ 92 અંક ઉછળીને 61,511 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 23 અંક ચઢીને 18,267 પર બંધ થઈ હતી. બુધવારે શરુઆતના કારોબારમાં સેન્સેક્સ લગભગ 450 અંક જેટલો ઉછળ્યો હતો. ત્યારપછી તેજી ધોવાઈ હતી જોકે એક્સપર્ટનું માનીએ તો ગ્લોબલ માર્કેટમાં તેજીને જોતા સ્થાનિક રોકાણકારોમાં એકંદરે તેજીનું સેન્ટિમેન્ટ બન્યું છે અને તેઓ સતત ખરીદી કરી રહ્યા છે. બજારમાં આગળ પણ આ ટ્રેન્ડ યથાવત રહી શકે છે અને બજાર 62 હજારનો આંક પાર કરી શકે છે.
Table of Contents
અમેરિકન બજારમાં તેજી
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં સામાન્ય જ વધારો કરવાનો સંકેત આપ્યો છે, ત્યારબાદ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને યુએસ શેરબજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા સત્રમાં પણ S&P 500 0.59 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ 0.28 ટકા વધીને બંધ થયો હતો, તો ટેક શેર્સ ધરાવતો પ્રમુખ ઇન્ડેક્સ NASDAQ 0.99 ટકા વધીને બંધ રહ્યો હતો.
યુરોપીયન બજારો પણ તેજીમાં
અમેરિકાની જેમ યુરોપિયન બજારો પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લીલા નિશાન પર બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 0.04 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.32 ટકા વધવામાં સફળ રહ્યું હતું. એ જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
એશિયન બજારોમાં ઉછાળો
ગુરુવારે સવારે એશિયાના મોટાભાગના શેરબજારો ખુલ્લા અને લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.47 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 1.31 ટકા વધવામાં સફળ રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ આજે 0.92 ટકાના ઉછાળા પર છે જ્યારે હોંગકોંગના શેરબજારમાં 0.50 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.58 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.
આજે આ શેરો જુઓ
શેરબજારમાં કેટલાક ખાસ શેર્સ હોય છે, જેના પર રોકાણકારોની નજર રહે છે. આવા શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજ ધરાવતા સ્ટોક કહેવામાં આવે છે. આજના કારોબારમાં Marico, Dabur India, Nestle India, Colgate Palmolive અને ICICI Bank જેવી કંપનીઓનો હાઈ ડિલિવરી પર્સન્ટેજ શેરના લિસ્ટમાં સમાવેશ થાય છે. આ શેરો પર દાવ રમીને રોકાણકારો જંગી નફો કમાઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE Sensex, Business news, Expert opinion, Share market, Stock market Tips