આ પણ વાંચો: મોસ્ટ વોન્ટેડ ખાલીસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો
એર ઈન્ડિયા અને એઆઈ એક્સપ્રેસે 21 નવેમ્બરે યુએઈની યાત્રા માટે પાસપોર્ટ પર દેખાતા નામ માટે એક લેટર જાહેર કર્યો છે. આ લેટરમાં કહેવાયુ છે કે, સંયુક્ત અરબ અમીરાતના નેશનલ એડવાંસ ઈંફોર્મેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, યુએઈની મુસાફરી માટે આ મહત્વના દિશા નિર્દેશ તાત્કાલિક ધોરણ લાગૂ થાય છે. કોઈ પણ પાસપોર્ટ ધારકને એક જ સિંગન નામ જેમાં સરનેમ અથવા કોઈ અન્ય શબ્દ નથી, તેવા લોકોને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેથી આવા મુસાફરોને પાછા ફરવાનો વારો આવશે. અને તેને આઈએનએડી (INAD)માનવામાં આવશે.
શું હોય છે INAD
INAD, વિમાનન ક્ષેત્ર સાથે જોડાયેલ એક શબ્દ છે, જેનો ઉપયોગ એવા મુસાફરો માટે થાય છે કે, જેમને તે દેશમાં પ્રવેશ માટે પરવાનગી નથી મળતી, જ્યાં તેઓ મુસાફરી કરવા માગે છે. આવા મુસાફરોને એરલાઈ દ્વારા તેમના દેશમાંથી પાછા લઈ જવાના હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: UAE