સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે પણ ભારતમાં મંદી નહીં આવે: સંબિત પાત્રા



- રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા નહીં તોડો યાત્રા કરી રહ્યા છે: સંબિત પાત્રા

સુરત, તા. 22 નવેમ્બર 2022, મંગળવાર

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. દરેક પક્ષ ચૂંટણી માટે જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતનાં પ્રવાસે છે. સંબિત પાત્રા આજે સુરત પહોંચ્યા હતા. ત્યાં તેમણે સુરત મહાનગર ભાજપ મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભઆજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

આ દરમિયાન સંબિત પાત્રાએ જણાવ્યું કે, હું ઓડિશાથી છું અને મને ગુજરાતની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, એક ગુજરાતી નરેન્દ્ર મોદી એક ગ્લોબલ લીડર તરીકે ઉભર્યા છે. તેમણે આગળ કહ્યું કે, 27 વર્ષ સુધી BJPને સેવા કરવાનો મોકો મળ્યો છે. બીજેપીએ જાતપાત જોયા વગર કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 97% વિસ્તારમાં પાણી મળે છે. 36 લાખ મહિલાઓને સિલિન્ડર મળ્યા છે.

તેમણે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગઈ કાલે રાહુલ ગાંધી સુરતમાં આવ્યા હતા ને તેમના નેતા પણ સાંભળવા નથી માંગતા. કોંગ્રેસને ખુદ કોંગ્રેસ નેતા નથી સ્વીકારતા. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા નહીં ભારત તોડો યાત્રા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જે કોંગ્રેસ પાર્ટી મેઘા પાટકરને ભારત જોડો યાત્રા માં લાવી શકે એ પાર્ટી કઈ પણ કરી શકે છે.

સંબિત પાત્રાએ કહ્યું કે, પીએમ મોદી ચાય વેચીને આગળ આવ્યા છે. કોઈ માતા ધુમાડાના કારણે પરેશાન ન થાય તે માટે પીએમ મોદીએ કામ કર્યા છે. તેમણે આગળ કહ્યું કે, આદિવાસી જ દેશના માલિક છે. સોનિયા ગાંધી આ દેશના માલિક નથી. એક રાષ્ટ્રપતિ મહિલા મુર્મુ આજે દેશના રાષ્ટ્રપતિ છે.

મોંઘવારીને લઈને સંબિત પાત્રાએ ભારતની ઈકોનોમિની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પૂરા વિશ્વમાં મંદી આવી શકે પરંતુ ભારતમાં મંદી નહીં આવે.



Source link

Leave a Comment