- નાઈજીરીયામાં બંધક ભારતીય શિપના 26 ક્રૂ મેમ્બરો પૈકી વડોદરાના હર્ષવર્ધનની પત્ની સ્નેહાનો વલોપાત : ક્રૂ મેમ્બરો આફ્રિકામાં ત્રણ મહિનાથી બંધક છે
વડોદરા,તા.21 નવેમ્બર 2022,સોમવાર
પશ્ચિમ આફ્રિકાના સમુદ્ર તટે આવેલા દેશ ઇક્વેટોરિયલ ગિનીમા બંધક ભારતીય શિપના ૨૬ ક્રુ મેમ્બર્સને એક સપ્તાહ પહેલા નાઇજીરીયા લઈ જવાયા છે ત્યારથી આ ક્રૂ મેમ્બરનો કોઈ જ સંપર્ક નહીં હોવાથી તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે
બંધક બનાવેલા 26 ક્રૂ મેમ્બરોમાં વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન સૌચેનો પણ સમાવેશ થાય છે હર્ષવર્ધન ની પત્ની સ્નેહા કહે છે કે અમે સીપ કંપની અને સરકાર બંનેના સંપર્કમાં છીએ બંને તરફથી અમને આશ્વાસન મળી રહ્યું છે કે થોડા સમયમાં સમસ્યાનું નિવારણ આવી જશે અને બંધ કોને છોડી મૂકવામાં આવશે આ શબ્દો અમે છેલ્લા સાડા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સાંભળી રહ્યા છીએ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી છેલ્લા એક અઠવાડિયાથી તો ક્રૂ મેમ્બરોનો કોઈ સંપર્ક જ નથી એટલે તેઓ ક્યાં છે કઈ હાલતમાં છે એની કોઈ જાણકારી જ નથી એટલે ચિંતામાં વધારો થઈ રહ્યો છે અમે બસ સરકારને એટલી અરજી કરી રહ્યા છીએ કે બની શકે તેટલું જલ્દીથી સમસ્યાનો ઉકેલ લાવે અને મારા પતિ જલ્દીથી છૂટીને ઘરે આવી જાય
છેલ્લે 14 મી નવેમ્બરે ઇક્વેટોરિયલ ગિનીના સમુદ્ર કિનારે બંધક શિપમાંથી ક્રુ મેમ્બર્સે તેઓના પરિવારજનોને અને ભારત સરકારને પ્રતિનિધિઓને એક વીડિયો મોકલીને બચાવવા માટે તાત્કાલિક મદદની માગ કરી છે. આ વીડિયોમાં એક ક્રુ મેમ્બર કહે છે કે “ડિટેન્સન સેન્ટરમાં રખાયેલા ૧૫ ક્રુ મેમ્બર્સ પાછા જેટી પર આવી ગયા છે.હવે નાઇજિરિયાના લોકો અમારી સાથે દાદાગીરી રહ્યા છે. એક ટગ બોટથી અમારી શિપને ખેંચીને નાઇજિરિયા લઇ જવાશે એવી ધમકી અમને આપવામાં આવી છે. અમારી શિપ આંતરરાષ્ટ્રીય જળશીમા કાયદા અંતર્ગત નોંધાયેલી છે. ઇક્વેટોરિયલ ગિની અને નાઇજિરિયા ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને અમને બંધક બનાવીને ચાંચિયાગીરી કરી રહ્યું છે’
વીડિયોમાં ક્રુ મેમ્બર હાથ જોડીને સરકારને વિનંતી કરી રહ્યા છે કે ‘અમને બચાવો, અમારી હાલત ખુબ ખરાબ છે બની શકે તેટલી ઝડપથી અમને મદદ કરો’
આ વિડિયો બાદ છેલ્લા એક સપ્તાહ થી ક્રૂ મેંબરોનો કોઈ સંપર્ક નથી ઉલ્લેખનીય છે કે ગત તા.૧૪ ઓગસ્ટથી એટલે કે લગભગ ૩ મહિનાથી ભારતીય શિપના ક્રુ મેમ્બર્સ બંધક છે પહેલા ઇક્વેટોરિયલ ગિનીએ બંધક બનાવ્યા હતા હવે નાઇજિરિયાના કબજામાં છે.