યુવક પોતાની દુકાને અને હોટલમાં લઇ જતો હતો
યુવતીએ લગ્નની જીદ પકડી તો યુવક લગ્નનો ઇન્કાર કરતો હતો
અમદાવાદ,રવિવાર
સરદારનગરમાં રહેતી યુવતીને યુવકે લગ્નની લાલચ આપીને ત્રણ વર્ષ સુધી અવાર નવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું, યુવતીએ લગ્નની જીદ પકડતા યુવક લગ્નનો ઇન્કાર કરતો હતો, જો કે યુવક પરિણિત હોવાની જાણ થતાં યુવતીએ તેની સામે ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીએ લગ્નની જીદ પકડી તો યુવક લગ્નનો ઇન્કાર કરતો હતો લગ્ન કરેલા હોવાની જાણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોેંચ્યો
આ કેસની વિગત એવી છે કે સરદારગર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતીએ સરદાનગર પોલીસ સ્ટેશનમાં સરદારનગર વિસ્તારમાં રહેતા મહેશ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી આ યુવકના સંપર્કમાં ત્રણ વર્ષ પહેલા આવી હતી.યુવકે લગ્નની લાલચ આપીને યુવક સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો અને અવાર નવાર પોતાની દુકાને તથા નરોડા વિસ્તારની હોટલમાં લઇ જતો હતો અને તેણી સાથે શારિરિક સબંધ બાંધતો હતો.
મહિના પહેલા યુવતીએ લગ્નની જીદ પકડી તો યુવક જાત જાતના બહાના બતાવતો હતો અને છેવટે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો, યુવતીએ તપાસ કરતા તે પરિણિત હોવાની વાત છૂપાવી હતી જેને લઇને યુવતીએ ગઇકાલે યુવક સામે ગુનો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શાહપુરમાં પણ પડોશી યુવકે લગ્નની લાલચ આપીને સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.