સલમાન ખાન જેવી બોડી બનાવવા માટે યુવકે ઘોડાનું ઈંજેક્શન લગાવી દીધું, પછી થઈ જોવા જેવી


ઈન્દોર: સિક્સ પેક એબ્સ માટે આજના યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવતા પણ અચકાતા નથી. ડોક્ટરની સલાહ વિના જ દવાઓ અને સપ્લીમેન્ટ લઈ રહ્યા છે. તેના ગંભીર પરિણામ પણ સામે આવી રહ્યા છે. ઈન્દોરમાંથી આવો જ એક મામલો સામે આવ્યો છે. એક યુવકે સલમાન ખાન જેવી બોડી બનાવવાની ઈચ્છાથી ઘોડાને લગાવાનું ઈંજેક્શન લગાવી દીધુ હતું. એક દુકાનદારે તેને કહ્યું હતું કે, પ્રોટિન પાઉડરની સાથે સાથે આ ઈંજેક્શનથી તેની બોડીમાં ફેરફાર થશે. યુવકની બોડી તો સલમાન ખાન જેવી ન થઈ, પણ તેની તબિયત ચોક્કસથી ખરાબ થઈ ગઈ. શરીદમાં દુખાવો થવા લાગ્યો. લીવરમાં સોજો આવી ગયો. બાદમાં તેને ખબર પડી કે, તેણે જે ઈંજેક્શન લગાવ્યું છે તે ઘોડાને લગાવાનું ઈંજેકશન છે.

આ પણ વાંચો: પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

આ મામલો ઈન્દોરના વિજય નગર વિસ્તારનો છે. છોડા બાંગડદા નિવાસી જય સિંહ બે મહિનાથી જીમમાં જઈ રહ્યો છે. તેણે ડોક્ટરની સલાહ વગર જ પ્રોટીન પાઉડર અને એક ઈંજેક્શન લગાવી લીધું હતું. જે બાદ તેની તબિયત ખરાબ થઈ. લીવરમાં સોજો આવી ગયો. આખા શરીરમાં ખાસ કરીને પેટમાં દુખાવો થવા લાગ્યો. જ્યારે તે ડોક્ટર પાસે બતાવવા ગયો તો ખબર પડી કે, તેણે જે ઈંજેક્શન લીધું હતું કે ઘોડાને લગાવાનું હતું. આ મામલે વિજય નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છએ. દુકાનદાર મોહિત આહૂજા વિરુદ્ધ ફરિયાદ પણ લખાવી છે.

જય સિંહનું કહેવુ છે કે, દુકાન સંચાલક મોહિત આહૂજાએ દાવો કર્યો હતો કે, પ્રોટીન પાઉડર અને ઈંજેક્શન લગાવ્યા બાદ શરીરમાં ચેન્જ થવા લાગશે. બે મહિના બાદ ફરક દેખાવા લાગશે. પહેલો ડોઝ લગાવ્યા બાદ તેની તબિયત ખરાબ થઈ ગઈ. પોલીસ હવે એ ચેક કરી રહી છે કે દુકાનદારે અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઈંજેક્શન લગાવ્યા છે. તેના આધાર પર તેના પર કેસ નોંધાશે.

Published by:Pravin Makwana

First published:

Tags: Body care, Crime news



Source link

Leave a Comment