અમદાવાદ
સાણંદ વિધાનસભામાં રિટર્નિગ અધિકારી અને પ્રાંત અધિકારી રાજેન્દ્ર
પટેલે મંગળવારે સવારે સાડા નવ વાગ્યાના સુમારે સાણંદની પ્રેરણાતીર્થ સોસાયટીમાં આવેલા
નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટના પાંચ માંળેથી રહસ્યમય સંજોગોમાં ઝંપલાવીને આત્મહત્યા
કરી લેતા ખળખળાટ મચી ગયો છે. વહેલી સવારે પાંચ પ્રિન્ટિીંગ પ્રેસ પર બેલેટ પેપરની કામગીરી
પૂર્ણ કરીને તે ઘરે આવ્યા હતા અને ડઇવરને કોલ કરીને સરકારી ગાડી બોલાવ્યાના સાત થી આઠ મિનિટના સમયગાળામાં જ તેમણે અચાનક ઝંપલાવીને
આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સમગ્ર
કેસની તપાસ શરૂ કરી છે.
બેલેટ પેપર સંબધિત કામગીરી પૂર્ણ કરીને સવારે પાંચ વાગે પરત
આવ્યા હતાઃ ડ્રાઇવરને ફોન કર્યા સાત મિનિટ બાદ સવારે ૯.૩૧ કલાકે ઘરની બાલ્કનીમાંથી
ઝંપલાવ્યું
સાણંદના પ્રાંત અધિકારી અને સાણંદ વિધાનસભા બેઠક પર રિટર્નિંગ
ઓફિસર તરીકે ફરજ બજાવતા ૪૬ વર્ષીય રાજેન્દ્ર પટેલે સાણંદની પ્રેરણાતીર્થ સોસાયટીમાં
આવેલા નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટના પાંચ માળેથી મંગળવારે સવારે ઝંપલાવીને આત્મહત્યા
કરી લીધી હતી. સવારે સાડા નવ વાગ્યાના સુમારે એપાર્ટમેન્ટમાં સામાન્ય અવરજવર હોવાથી લોકો દોડી આવ્યા હતા અને
એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના ૧૦૮ પર કોલ કર્યો હતો. પરંતુ, અતિશય લોહી વહી જવાના
કારણે ગણતરીના મિનિટોમાં જ તેમનું પ્રાણપંખેરૂ ઉંડી ગયું હતું. આ બનાવની જાણ થતા સાણંદ
પોલીસની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર સહિતનો કાફલો સાણંદ દોડી આવ્યો
હતો. રાજેન્દ્ર પટેલ સરકારી પ્રેસ પર બેલેટ પેપેર સંબધિત કામગીરી
પૂર્ણ કરીને સવારે પાંચ વાગે ઘરે આવ્યા હતા અને સવારે ૯.૨૪ તૈયાર થઇને ડ્રાઇવરને ફોન
કરીને સરકારી ગાડી લઇને આવવા માટે કહ્યું હતું. જો કે તે બાદ તેમણે રહસ્યમય સંજોગોમાં ઝંપલાવ્યું હતું. રાજેન્દ્ર પટેલ
હજુ ૧૫ દિવસ પહેલા આ ફ્લેટમાં રહેવા માટે આવ્યા હતા અને ચૂંટણી સંબધિત કામગીરીને કારણે
રાતના સમયે મોડે આવીને સવારે નીકળી જતા હતા. જેથી આસપાસના લોકો સાથે કોઇ ખાસ પરિચય
નહોતો. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પાલનપુર ખાતે રહેતો તેમનો પરિવાર
પણ દોડી આવ્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું હતું કે રાજેન્દ્ર પટેલ સતત હકારાત્મક અને
તેમની ફરજ સાથે વફાદાર રહેનાર અધિકારી હતી. તે આત્મહત્યા કરી શકે તે શક્ય જ નથી. જેથી
આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. આ તમામ
બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી
છે અને પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. જેથી કેસની તપાસમાં મદદ મળી શકે. આ અંગે જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ જણાવ્યું કે તેમની પાસેથી
મળેલા બે ફોન અને પેન ડ્રાઇવને ફોરેન્સીક સાયન્સની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ
તેમના સ્ટાફની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. જે મોતના આગળના દિવસે બનેલી ઘટના સંદર્ભમાં
કોઇ કડી મળી શકે. જો કે હાલ આ તપાસ પ્રાથમિક તબક્કે છે. જેથી વિવિધ રિપોર્ટ બાદ જ કડી
મળી શકે તેવી સંભાવના છે.
કામનું ભારણ આત્મહત્યા પાછળ જવાબદાર નથીઃ પરિવારજનો
રાજેન્દ્ર પટેલની કામગીરીને લઇને સમગ્ર તંત્ર તેમના પર ભરોસો
કરતુ હતુ. તેમણે અંબાજીના ભાદરવી પુનમના મેળાની સફળતા માટે ખુબ મહત્વની ભૂમિકા ભજવી
હતી. ત્યારેતે અંબાજી દેવ સ્થાનના વહીવટદાર પણ હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાનો છે. જેમાં મોટી પુત્રી તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરે
છે. તેમના પરિવારજનો માની રહ્યા છે કે સતત
કામ કરવાને કારણે તે આ હદે પગલુ ભરે તે માનવામાં નથી આવતું.
કોગ્રેસે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઇટીની રચનાની માંગણી કરી
રાજેન્દ્ર પટેલની આત્મહત્યાની અસર સ્થાનિક રાજકારણ પર પણ જોવા
મળી હતી. જેમાં કેટેલાંક લોકોએ તેમના પર સતત માનસિક દબાણ ઉભુ કરવામાં આવતો હોવાનો આક્ષેપ
કર્યો હતો. ત્યારે ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરીને સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવા માટેની
માંગણી પણ કરી હતી. તેમજ મુખ્ય ચૂંટણી પંચ પણ આ કેસમાં તપાસ કરાવશે કે નહી? તેને લઇને પ્રશ્ન
ઉઠાવ્યા હતા.
સવારે ૧૦ મિનિટના સમયગાળામાં આવેલા ફોન કોલ્સ રહસ્ય ખોલશે?
ડ્રાઇવરની પુછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે
સવારે ૯.૨૪ કલાકે જ્યારે તેમની સાથે ફોન પર વાત થઇ ત્યારે તેમનો અવાજમાં કોઇ ચિંતા
જણાતી નહોતી. હંમેશની માફક જ તેમણે કોલ કર્યો હતો. જો કે અચાનક એવુ શું બન્યું કે ઓફિસ
પર જવા માટે તૈયાર થયા બાદ તેમણે આ પગલું ભર્યું? ૅજેથી પોલીસને આશંકા છે કે આ દરમિયાન કોઇ ફોન કોલ્સ આવ્યા હોય
અને તેમણે આ પગલું ભર્યું હોય. જેથી કોલ ડીટેઇલ રેકોર્ડ બાદ જ ચોક્કસ વિગતો જાણી શકાશે.
પ્રાંત અધિકારી પર સતત કામનું ભારણ રહેતુ હોવાનું સ્ટાફનું નિવેદન
અમદાવાદ,
મંગળવારમંગળવારે સવારે પાંચ વાગે ઘરે આવ્યા પહેલા રાજેન્દ્ર પટેલે સોમવારે આખો દિવસ બેલેટ પેપર સંબધિત કામગીરી કરી હતી. જે રાતના ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન ચા-નાસ્તો કરવાનો પણ સમય રહ્યો નહોતો. સાથેસાથે છેલ્લાં ૧૦ દિવસથી કામનું ભારણ સતત રહેતું હોવાને કારણે તેમના ચહેરા પર તણાવ પણ જોવા મળતું હતું. મંગળવારે સવારે પાંચ વાગે ઘરે આવ્યા પહેલા રાજેન્દ્ર પટેલે સોમવારે આખો દિવસ બેલેટ પેપર સંબધિત કામગીરી કરી હતી. જે રાતના ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન ચા-નાસ્તો કરવાનો પણ સમય રહ્યો નહોતો. સાથેસાથે છેલ્લાં ૧૦ દિવસથી કામનું ભારણ સતત રહેતું હોવાને કારણે તેમના ચહેરા પર તણાવ પણ જોવા મળતું હતું.
મંગળવારે સવારે પાંચ વાગે ઘરે આવ્યા પહેલા રાજેન્દ્ર પટેલે સોમવારે
આખો દિવસ બેલેટ પેપર સંબધિત કામગીરી કરી હતી. જે રાતના ત્રણ વાગ્યા સુધી ચાલી હતી.
આ દરમિયાન ચા-નાસ્તો કરવાનો પણ સમય રહ્યો નહોતો. સાથેસાથે છેલ્લાં ૧૦ દિવસથી કામનું
ભારણ સતત રહેતું હોવાને કારણે તેમના ચહેરા પર તણાવ પણ જોવા મળતું હતું.