સારા અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, અભિનેત્રીની હરકત જોઈ નેટીઝન્સમાં રોષ


મુંબઈ: સારા અલી ખાન તેની ફ્રેન્ડ શર્મિન સેહગલ સાથે રેસ્ટોરન્ટની અંદર જતી વખતે ગાર્ડને સ્પર્શ કરતી જોવા મળી હતી. આ પ્રસંગે જ્યારે સારાની ફ્રેન્ડ તેને સપોર્ટ કરીને અંદર લઈ જતી જોવા મળી તો નેટીઝન્સે (ઇન્ટરનેટ પર સક્રિય લોકો) સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.

સારા અલી ખાનને તેના નટખટ સ્વભાવને કારણે ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સારાની હરકતો જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. નેટીઝન્સનો દાવો છે કે, નશામાં ધૂત અભિનેત્રી રેસ્ટોરન્ટમાં પ્રવેશી અને ગેટ પર ઉભેલા ગાર્ડને વિચિત્ર રીતે સ્પર્શ કરવા આગળ વધી. લોકોનું કહેવું છે કે, જો આવું કોઈ પુરુષે કર્યું હોત તો તેના પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હોત. આ મામલે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક્ટ્રેસ લથડતી હાલતમાં જોવા મળી રહી છે. સારા તેની મિત્ર શર્મિન સેહગલ સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. સારાને જોતાં જ કેમેરાની ફ્લેશ થવા લાગી. સારા બરાબર ચાલી શકતી ન હતી અને તેની મિત્ર શર્મિન તેને વારંવાર સપોર્ટ કરતી જોવા મળે છે.

સારા અલીની હરકત જોઈને નેટીઝન્સ ગુસ્સે થઈ ગયા

સારા અલી ખાનનો થોડા દિવસો પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી તેની મિત્ર શર્મિન સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશે છે, પછી ત્યાં ઉભેલા સિક્યોરિટી ગાર્ડને સ્પર્શ કરતી આગળ વધે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને લોકોએ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે ટ્વિટર પર વીડિયો શેર કરીને કહ્યું કે, ‘લોકો પૂછે છે કે બોલિવૂડનો બહિષ્કાર કેમ કરવામાં આવે છે, આ જ કારણ છે. બોલિવુડ હવે ડ્રગવુડ બની રહ્યુ છે જે અમારી પેઢીને બરબાદ કરી રહ્યું છે.

આ પણ વાંચો: રણવીરથી પહેલાં આમિર ખાનનો જમાઈ ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂક્યો છે, તસવીર વાયરલ થઈ

ગાર્ડના સમર્થનમાં આવ્યા લોકો

આ વીડિયો પર લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કોઈએ કહ્યું કે ‘ગરીબ સિક્યોરિટી ગાર્ડ સાથે ખોટું થયું, જો કોઈ પુરુષ કોઈ મહિલા સાથે આવું જ કરે તો તેના પર છેડતીનો આરોપ લાગાવવામાં આવે છે’. એટલું જ નહીં, ગાર્ડના સમર્થનમાં હિમાયત કરનારા ઘણા લોકો પુરૂષોને રક્ષણ આપતા કાયદાની જરૂર હોવાની વાત પણ કરી રહ્યા છે. તો અમુક લોકો સારાને સમર્થન કરી રહ્યા છે…અને કહી રહ્યા છે કે, સારાએ કંઈ ખોટું કર્યું નથી.

Published by:mujahid tunvar

First published:

Tags: Bollywood actress, Bollywood News in Gujarati, Sara ali khan





Source link

Leave a Comment