મોરબીમાં થયેલી દુર્ઘટનામાં 135 કરતા વધારે લોકોના મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે આ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 2 લોકોના સંબંધી દિલીપ ભાઈ ચાવડાના વકીલ ગોપાલ શંકરનારાયણને સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટ પહેલાથી સુનાવણી કરી રહ્યું છે. આપ ત્યાં આપની વાત રજૂ કરો.
આ પણ વાંચો: મોરબી અકસ્માત મુદ્દે હાઈકોર્ટ નગરપાલિકા સામે લાલઘૂમ, પુલ ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવી
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કર્યો છે કે, તે અરજીકર્તા તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દા પર પણ વિચાર કરે.
શું છે અરજીકર્તાની માગ
- આ કેસની સ્વતંત્ર તપાસ થાય
- નગરપાલિકાની અધિકારીઓની જવાબદારી નક્કી થાય
- અજંતા મેન્યુફેક્ચરિંગના મોટા લોકો પર કાર્યવાહી થાય.
- વધારે વળતર આપવામાં આવે
આ તમામની સાથે સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં દુર્ઘટનાથી બચવાના ઉપાયો પર પણ વિચાર કરવાની વાત કહી છે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, હાઈકોર્ટ સ્વતંત્ર તપાસ, તપાસ અને કાર્યવાહીમાં તેથી તથા યોગ્ય વળતરના પાસા પર ધ્યાન આપે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસે આગ્રહ રાખ્યો છે કે તે નિયમિત અંતરે સુનાવણી કરતા રહે જેથી તમામ પાસા પર સુનાવણી થઈ શકે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું કે, જો તેમને ફરીથી આગળ જતાં સુપ્રીમ કોર્ટને દખલગીરી કરવી જોઈએ તેવું લાગે તો, તેઓ ફરી સુપ્રીમ કોર્ટ આવી શકે છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને એ મુદ્દા પર ધ્યાન આપવા કહ્યું, જેમાં અરજીકર્તાઓ તરફથી માગ રાખવામાં આવી છએ, તેના પર નિર્દેશ જાહેર કરવાની વાત પણ કહી છે.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્વત: સંજ્ઞાન લીધું છે અને સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે આદેશ પણ આપ્યા છે અને 24 નવેમ્બરે આગામી સુનાવણી છે. હાઈકોર્ટ આ મામલે અલગ અલગ પાસા પર દેખરેખ રાખી રહી છએ. અરજીકર્તાના વકીલ તરફથી એક નિર્ધારિત રકમ વળતર તરીકે પીડિત પક્ષને આપવામાં આવે તેવી માગ કરી છે. બાકીના મુદ્દા પણ રાખ્યા છે. જેમ તે સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર