સુરતના રીંગરોડ મેઈન રોડ ઉપર BSNL ના ડક્ટમાંથી કોપર કેબલની ચોરી



- એકસાથે ફોલ્ટની ફરિયાદો મળતા તપાસ કરતા ચોરી થયાની જાણ થઈ

- રાત્રીના સમયે ચોર ડક્ટમાંથી રૂ.40 લાખથી વધુના 13 કોપર કેબલ ચોરી ગયો

સુરત,તા.23 નવેમ્બર 2022,બુધવાર

સુરતના રીંગરોડ મેઈન રોડ ઉપર ગોલ્ડન પ્લાઝાથી અજંતા શોપિંગ સેંટર સ્થિત BSNL ના ડક્ટમાંથી રાત્રીના સમયે ચોર રૂ.40 લાખથી વધુના 13 કોપર કેબલ ચોરી જતા લાઈન બંધ થઈ ગઈ હતી.BSNL ના ફોલ્ટ સેન્ટરને એકસાથે ફોલ્ટની ફરિયાદો મળતા તપાસ કરતા ચોરી થયાની જાણ થઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સ્થિત BSNL ના ફોલ્ટ સેન્ટરને ગત સોમવારે સવારે ફરિયાદો મળી હતી કે બેંકો અને ઘણી પ્રાઈવેટ લાઈન રાત્રીના એક વાગ્યાથી બંધ છે.ફોલ્ટની રોજીંદી ફરિયાદો કરતા એકસાથે મળેલી ફરિયાદોની સંખ્યા મોટી હોય ડિવિઝનલ એન્જીનીયર કુંતલ ઇનામદાર અને સ્ટાફે તપાસ કરી તો ગોલ્ડન પ્લાઝાથી અજંતા શોપિંગ સેંટર વચ્ચે રોડ પર કંપનીના સિવિલ ડક્ટમાં પ્રોબ્લેમ હતો.અંદર તપાસ કરી તો કોપર કેબલ જ ગાયબ હતો.ચોરે ડક્ટમાંથી રૂ.40,04,220 ની મત્તાના 13 કોપર કેબલની ચોરી કરી હોય આ અંગે કુંતલ ઈનામદારે સલાબતપુરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.



Source link

Leave a Comment