ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત
આ મામલે વિધર્મી યુવક એક વીડિયોમાં ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમજાળમાં કેટલી હિન્દુ યુવતીઓને ફસાવી તેનો યુવકે બિન્દાસ ખુલાસો કરી નાખ્યો છે. લવ જેહાદની કબૂલલાત કરતા યુવાનના ચહેરા પર જરા પણ ખૌફ જોવા નહોતો મળ્યો. વિધર્મી યુવકને પોતાના કૃત્યની કોઈ શરમ પણ નહોતી. જાણે પોતે મોટું તીર માર્યું હોય તે રીતે ધડાધડા હિન્દુ યુવતીઓનો ફસાવી હોવાની કબૂલાત કરી રહ્યો છે. આ પણ વાંચો: શું પદ્મવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે?
વિધર્મી યુવક યુવતીઓને ફસાવી હોટલમાં લઈ જતો
આ યુવાને ખુદ પોતાના જ મુખેથી ત્રણ યુવતીને ફસાવ્યાની વાતની કબૂલાત કરી છે. એટલું જ નહીં આ વિધર્મી યુવક યુવતીઓને ફસાવી હોટલમાં લઈ જતો હતો. પ્રેમ જાળ ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ પણ કરતો હતો. મહત્વનું છે કે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના સીસીટીવી સામે આવ્યા હતા. વિધર્મી યુવકો યુવતી પીછો કરી સંપર્ક વધારી હેરાન કરતો હોવાની ફરિયાદ મળતા VHPના કાર્યકર્તાઓ દ્વારા વિધર્મીઓને માર માર્યો હતો.
લવ જેહાદનું ભૂત ધુણ્યું !: વિધર્મી યુવકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- મે ત્રણ યુવતીને ફસાવી#Gujarat #Surat #LoveJihad pic.twitter.com/clqhjasz6U
— News18Gujarati (@News18Guj) November 24, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Love Jihad, Love Jihad, Love jihad latest news, Surat news