- 16
વિધાનસભાની ફાઇનલ મતદાર
યાદી જાહેર
- 25,50,905 પુરુષ, 21,94,915 સ્ત્રી અને 160 અન્ય મતદાર ચોર્યાસીમાં સૌથી વધુ 1400 તો ઉત્તર પર
ઓછા 63 મતદાર વધ્યા
સુરત
આગામી
૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણી માટે ફાઇનલ
મતદાર યાદી પ્રસિધ્ધ કરાતા નવા ૬૭૭૯ મતદારો ઉમેરાતા હવે ૪૭.૪૫ લાખ મતદારો
મતાધિકારનો ઉપયોગ કરશે. આખરી મતદાર યાદીમાં પુરુષ મતદારો ૩૯૭૨ અને સ્ત્રી
મતદારોમાં ૨૮૦૬ વધ્યા છે. ફાઇનલ મતદાર યાદીમાં ચોર્યાસીમાં સૌથી વધુ ૧૪૦૦ મતદારો
વધ્યા છે. તો કરંજ બેઠક પરથી ૫૦ મતદારો ઘટયા છે.
વિધાનસભાની
ચૂંટણી માટે લાયક મતદાર મતદાનથી વંચિત નહીં રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહે છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે પહેલા
ચૂંટણી પંચે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકની જાહેર કરેલી મતદાર યાદીમાં કુલ
મતદારોની સંખ્યા ૪૭.૩૯ લાખની હતી. ત્યાર પછી પણ સતત મતદાર યાદી સુધારણા ચાલુ જ રહી
હતી. જેમાં નવા નામો ઉમેરવા કે પછી કમી કરવા કે અન્ય સુધારા-વધારા થયા હતા. આ
સુધારણા કાર્યક્રમ બાદ આગામી ૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે સુરત
જિલ્લાની ૧૬ વિધાનસભાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ છે. જેમાં ઓકટોબર મહિનામાં
નોંધાયેલા કુલ ૪૭.૩૯ લાખ મતદારોમાં ૬૭૭૯ મતદારો વધીને કુલ ૪૭,૪૫,૯૮૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨૫,૫૦,૯૦૫ પુુરુષ મતદારો અને ૨૧,૯૪,૯૧૫
સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જયારે અન્ય ઉમેદવારોમાં ૧૫૯થી એક વધીને ૧૬૦ થયા
છે. નવા વધેલા ૬૭૭૯ મતદારોમાં સૌથી વધુ
ચોર્યાસી બેઠક પર ૧૪૦૦ મતદારોની સંખ્યા વધી છે. જયારે સૌથી ઓછા ઉત્તર બેઠક પરથી ૬૩
મતદારો વધ્યા છે.
સુરત જિલ્લા
કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ છે. જેમાં ૬૭૭૯ મતદારો
વધ્યા છે. આ મતદારો વધ્યા હોવા છતા ચૂંટણી પંચે જે ફાઇનલ ૪૬૨૩ મતદાન મથકો નક્કી કર્યા
છે, તે મતદાન
મથકો જ રહેશે. તેમાં કોઇ સુધારા વધારા કરાશે નહીં. આ મતદાર યાદી ફાઇનલ છે. હવે કોઇ
પુરવણી કે સુધારા વધારાની મતદાર યાદી આવશે નહીં.
કરંજ બેઠક
પર 50
મતદારોની સંખ્યા ઘટી !
મતદાર
યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારો એક વિધાનસભામાંથી બીજી વિધાનસભામાં નામો ઉમેરાતા
હોવાથી વઘ-ઘટ થતી રહે છે. ઓકટોબર મહિનામાં મતદાર યાદી જાહેર કરાઇ હતી તે વખતે કરંજ
બેઠક પર મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા ૧,૭૬,૬૩૫ નોંધાઇ હતી. અને સુધારા બાદ ફાઇનલ મતદાર યાદી જાહેર થતા ૫૦ મતદારોની
સંખ્યા ઘટીને ૧,૭૬,૫૮૫ થઇ ગઇ છે.
પુરુષ મતદારોની સંખ્યા ૧,૦૧,૧૮૨ હતી જેમાં ૨૯ ઘટીને ૧,૦૧,૧૫૩ થઇ છે. જયારે સ્ત્રી મતદારોની સંખ્યા ૭૫,૪૪૬
હતી જેમાં ૨૧ મતદારો ઘટીને ૭૫,૪૨૫ થઇ છે. આમ ૫૦ મતદારો ઘટયા છે.
ફાઇનલ
મતદાર યાદી
વિધાનસભાનું નામ કુલ મતદારો
ઓલપાડ ૪,૫૫,૫૪૪
માંગરોલ ૨,૨૫,૭૦૨
માંડવી ૨,૪૬,૮૬૬
કામરેજ ૫,૪૭,૬૨૫
સુરત
પૂર્વ ૨,૧૫,૦૨૯
સુરત
ઉત્તર ૧,૬૩,૧૮૭
વરાછા
રોડ ૨,૧૫,૯૨૪
કરંજ ૧૭૬૫૮૫
લિંબાયત ૩,૦૫,૨૯૮
ઉધના ૨,૭૦,૬૮૬
મજુરા ૨,૭૮,૯૬૭
કતારગામ ૩,૨૨,૨૩૯
સુરત
પશ્વિમ ૨,૫૬,૮૬૩
ચોર્યાસી ૫,૬૬,૫૧૧
બારડોલી ૨,૭૦,૦૪૩
મહુવા ૨,૨૮,૯૧૧
કુલ ૪૭,૪૫,૯૮૦