સૂર્યકુમાર યાદવે બેટ્સમેનોમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું
સૂર્યકુમારે T20 રેન્કિંગમાં રિઝવાનને હાલમાં 54 પોઈન્ટ્સ પાછળ રાખ્યો
અમદાવાદ, તા.23 નવેમ્બર,2022, બુધવાર
ભારતના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવએ ICC T20 રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું છે. હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચોની સિરીઝમાં કે જ્યાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 1-0થી વિજય તો મેળવ્યો સાથે સૂર્યકુમારએ તેમનું પરફોર્મન્સ અને T20 માં પોતનાનું પ્રથમ સ્થાન બંને જાળવીને રાખ્યું છે.
સૂર્યકુમારે બીજા ક્રમના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સાથે બેટિંગના રેટિંગ પોઈન્ટ્સના અંતરમાં પણ વધારો કર્યો છે. હાલમાં, સુર્યકુમારના 890 પોઈન્ટ્સ છે જયારે રિઝવાનના 836 પોઈન્ટ્સ છે.
ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેની ભારત સામે સિરીઝની ટાઈ થયેલ ફાઈનલ મેચમાં 59 રનની ઈનિંગના કારણે તેણે ત્રીજા સ્થાને પહોંચવામાં મદદ મળી છે. જ્યારે ગ્લેન ફિલિપ્સ બેટ્સમેનોમાં સ્થાન ઉપર આવી સાતમા સ્થાને પોંચ્યો છે. જયારે બોલિંગમાં ટિમ સાઉથી બે સ્થાન ઉપર આવી બોલરોમાં 14મો સ્થાને પોંચ્યો છે. આ રીતે આ મેચથી ન્યૂઝીલેન્ડના ખેલાડીને રેન્કિંગ સ્થાન આગળ લાવવા મદદ મળી છે.
ભારત માટે, ફાઇનલ મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના અણનમ 30 રનના કારણે તે બેટ્સમેનોમાં સંયુક્ત 50માં સ્થાને પહોંચવા મદદ મળી છે. જ્યારે ભુવનેશ્વર કુમાર બોલરમાં બે સ્થાન ઉપર 11માં સ્થાને, અર્શદીપસિંહ બોલરોમાં 21 સ્થાન આવ્યા છે અને ચહલ 8 સ્થાન આગળ આવી 40મા સ્થાને પહોંચ્યા છે. નવીનતમ અપડેટમાં બોલરોને ફાયદો પણ થશે.
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર જંગી 269 રનની ભાગીદારી બાદ ICC મેન્સ ODI પ્લેયર રેન્કિંગમાં નોંધપાત્ર ફાયદો કર્યો છે. આ ઉપરાંત સ્ટીવ સ્મિથના ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણેની શ્રેણીમાં સારા દેખાવથી સ્થાનને જાળવી રાખવામાં મદદ કરી છે.