આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ
માર્કેટ નિષ્ણાતો મુજબ આ વર્ષના અંતમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર રહેશે. વિદેશી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅશને 2023ના અંત સુધીમાં નિફ્ટી 20,500 સુધી પહોંચવાની અપેક્ષા છે. ગોલ્ડમેન સૅશનો અંદાજ શેરબજારમાં રોકાણ કરનારા લોકોને ઉત્સાહિત કરશે. મનીકંટ્રોલે આ અંગે કેટલાક PMS ફંડ મેનેજરોની સલાહ જાણવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેમને પૂછ્યું કે તે ગોલ્ડમેન સૅશના અંદાજ વિશે શું વિચારે છે. અમે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો કે આવનારા દિવસોમાં રોકાણકારોએ કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ.
આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’
અપસાઇડ એઆઈ સહ-સ્થાપક કનિકા અગ્રવાલે આ અંગે પોતાની સલાહ આપતા કહ્યું કે, બજારના મુખ્ય ઇન્ડેક્સો વિશે અનુમાન લગાવવામાં હંમેશા ખૂબ મજા આવે છે. તેનાથી બજાર પ્રત્યે રોકાણકારોના સેન્ટિમેન્ટ અંગે જાણવા મળે છે. આજે ભારતની તરફેણમાં ઘણી બાબતો છે. અન્ય બજારોની સરખામણીમાં પણ આપણે સારી સ્થિતિમાં છીએ. પરંતુ, આની બીજી બાજુ એ છે કે મુખ્ય ઈન્ડેક્સોના આંકડા બજારનું સાચુ ચિત્ર જણાવતા નથી. શેરબજારમાં મોટાભાગના શેરોની કામગીરી નિફ્ટી જેવી નથી. વાત કરીએ સ્મોલ કેપ્સ ઇન્ડેક્સની તો આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટીનું વળતર 6 ટકા સુધી રહ્યું છે, જેની સરખામણીએ સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 14 ટકાની નબળાઇ દર્શાવી રહ્યું છે.
ઇક્વિટી, ડેટ અને ગોલ્ડમાં એલોકેશનને જો જોઈએ તો છેલ્લા બે મહિનામાં ઇક્વિટીમાં ફાળવણી સૌથી વધુ છે. આનો અર્થ એ છે કે આપણે લગભગ ક્ષમતાના પૂરેપૂરા રોકાણ કરી દીધું છે. પરંતુ, અમેરિકા અને યુરોપને લઈને જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. જ્યાં સુધી 2023નો સંબંધ છે, અમે બજારમાં સારી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ
વધુ એક માર્કેટ એક્સપર્ટ Stallion Assetના અમિત જેશવાણીએ કહ્યું કે, ‘ઘણી કંપનીઓની વૃદ્ધિ 30-35 ટકા છે. આ આગામી તબક્કાની તેજીની આગેવાની કરશે. હું માનું છું કે ટેક સેવાઓ પણ રિકવરી કરશે. ખરેખર તો, સપ્લાય ચેઇન સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. કન્ટેનરના ભાવમાં 400-500 ટકાનો વધારો થયો હતો, જેના કારણે સમસ્યા શરૂ થઈ હતી. આ કિંમતોમાં લગભગ 75 ટકાનો ઘટાડો થયો છે. ક્રૂડના ભાવમાં પણ ઘટાડો થયો છે. ગયા વર્ષે ક્રૂડનો બેઝ $100 હતો. હવે તે સામાન્ય સ્તર પર આવી ગયો છે. હું માનું છું કે આ વધુ આક્રમક બનવાનો સમય છે.
વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં જોઈએ તો નાણાકીય બાબતોનું પ્રદર્શન સારું રહેશે. ટેક સર્વિસીસ કંપનીઓના શેર્સ આવતા વર્ષે મજબૂત રિકવરી કરશે. તેનું કારણ એ છે કે આ કંપનીઓનું પ્રદર્શન છેલ્લા ક્વાર્ટરમાં સારું રહ્યું છે. કેટલીક કન્ઝ્યુમર કંપનીઓ પણ સારી વૃદ્ધિ દર્શાવી રહી છે. તેથી બજાર નીચે જશે એવું માનવાનું કોઈ કારણ નથી. હા, તમારે રોકાણકાર તરીકે પસંદગીયુક્ત બનવાની જરૂર છે. એવા શેર્સથી દૂર રહો જેમાં સતત તેજીનું વલણ રહે છે. હું ડિફેન્સ શેરોને લઈને સાવધ છું. પરંતુ, જો આપણે અર્થવ્યવસ્થાની વાત કરીએ તો વૃદ્ધિ દેખાઈ રહી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Earn money, Expert opinion, Share market, Stock market Tips