સૌથી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો AAPના, ભાજપના કરોડપતિ


અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને ADR અને ગુજરાત ચૂંટણી વોચ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખા જોખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે, ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની વિધાનસભા બેઠકના 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. જેમાં આ 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. જણાવી દઈએ કે, 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, જ્યારે 2017માં 78 ઉમેદવારો (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. આમ, 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં 719 પુરુષ સામે 69 મહિલાઓ મેદાનમાં છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મના આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની બેઠકના 27 ટકા એટલે કે, 211 ઉમેદવારો કરોડ પતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં, ઉમેદવારોની 2.88 કરોડ સરેરાશ મિલકત ધરાવે છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર):

આમ આદમી પાર્ટીના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), કોંગ્રેસના કુલ 89 મેદવારો પૈકી 18 (20%), ભાજપના 89માંથી 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ ધરાવે છે.

મહિલાઓ સબંધી ગુનાઓ ધરાવતા ઉમેદવાર

પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત, 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.

પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર

આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુનાઓ દાખલ છે. જ્યારે, કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે જ, ભાજપના 89 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુનાઓ દાખલ છે. તેમજ BTPના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર (29ટકા) ઉમેદવાર સામે ગુનાઓ દાખલ છે.

પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ

મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો, BJPના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપત્તિ છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે. આ ઉપરાંત, AAPના 88 ઉમેદવારોમાંથી 33 (38%) ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

સરેરાશ મિલકત:

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. પક્ષ પ્રમાણે સરેરાશ મિલકત ભાજપના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ, તો AAPના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે. આ ઉપરાંત, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ નોંધાઈ છે.

ઝીરો મિલકતવાળા ઉમેદવારો

બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીતની કુલ મિલકત 1000 રૂપિયા છે. આ ઉપરાંત, ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયા મિલકત દર્શાવી છે.

સૌથી વધુ દેવાદાર ઉમેદવારો

પ્રથમ બેઠકમાં સૌથી વધારે દેવાદાર ઉમેદવારોમાં રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા, ADR Report Gujarat Elections 2022 AAP candidates with the most criminal records, BJPs millionaires sbગીર સોમનાથના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળાનો સમાવેશ થાય છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections



Source link

Leave a Comment