સ્ટેમ્પ ડયુટી અને નોંધણી શૂલ્ક થકી કુલ કલેક્શન રૂા. 948.87 અબજ નોંધાયું


- મહારાષ્ટ્ર રૂા. ૧૮૬ અબજની સ્ટેમ્પ ડયુટી સાથે મોખરે :ઉત્તર પ્રદેશ બીજા નંબરે

મુંબઈ : ભારતમાં ૨૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ચાર્જમાંથી સંચિત આવકની વસુલાત ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂા. ૯૪૮.૪૭ અબજ નોંધાઈ છે.

સંપૂર્ણ આવકના આંકડાઓના પાસાથી, મહારાષ્ટ્ર રૂા. ૧૮૬ અબજ પર સ્ટેમ્પ ડયુટી અને નોંધણી શૂલ્કમાંથી રાજ્યની આવકના સૌથી વધુ સંગ્રહ સાથે મોખરે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં રાજ્યએ દેશની એકંદર સ્ટેમ્પ ડયુટી અને નોંધણી શૂલ્ક આવકમાં ૨૦% ફાળો આપ્યો હતો. એકંદર સંગ્રહમાં ૧૩%ના યોગદાન સાથે રૂા. ૧૨૩.૯૪ અબજ આવક સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. ઉત્તર પ્રદેશની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાાં રૂા. ૯૩ અબજથી ૩૩%નો વધારો જોવા મળ્યો હતો.

દેશ દ્વારા ઉપાર્જિત એકંદર આવકમાં ૯% યોગદાન સાથે તમિલનાડુ રૂા. ૮૬.૬૨ અબજ સાથે ત્રીજા સ્થાને છે. રાજ્યની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં ૩૯%નો વધારો જોવા મળ્યો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૨૨માં રૂા. ૬૨ અભજ હતો. કર્ણાટક અને તેલંગણા અનુક્રમે રૂા. ૮૨.૨૯ અબજ અને રૂા. ૭૨.૧૩ અબજની આવક સાથે ૪થા અને ૫મા સ્થાને છે.

વર્ષ- દર વર્ષની દ્રષ્ટિએ ટકાવારીની વૃદ્ધિના પાસાથી, મિઝોરમમાં ૧૦૪%, ત્યારબાદ મેઘાલયમાં ૮૨%, સિક્કિમમાં ૭૦% મહારાષ્ટ્રમાં ૬૫%, ઓડિશામાં ૫૦% અને તંલગાણા અને કેરળમાં ૪૮% વૃદ્ધિ જોવા મળી છે.

મિઝોરમ, મેઘાલય, સિક્કીમ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, કેરળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન એમ અગિયાર રાજ્યોએ તેમની આવકની વસુલાતમાં ૪૦%થી વધુ વધારો નોંધ્યો છે.



Source link

Leave a Comment