1 ઓક્ટોબરથી મુંબઈ, અમદાવાદ સહિત શરું થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ – News18 Gujarati


અસીમ માનચંદા, નવી દિલ્હીઃ દેશમાં આખરે 5G સેવા શરું થવા અંગેની રાહ જોવાનો સમય પૂર્ણ થવામાં છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ પીએમ મોદી આગામી 1 ઓક્ટોબરના દિવસે દેશમાં 5G સેવાઓ લોન્ચ કરી શકે છે. ઓક્ટોબરથી દેશના અનેક શહેરોમાં 5G સેવાઓ મળવાનું શરું થઈ જશે. આ શેહોરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો પ્રથમ તબક્કામાં હોઈ શકે છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાના અંતમાં યોજાયેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ દેશમાં દિવાળી પહેલા 5G સેવા લોન્ચ કરવા અંગેની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ રિલયાન્સની AGMમાં જાહેરાત કરી હતી કે, “આગામી બે મહિના એટલે કે દિવાળી સુધી ભારતના અનેક શહેરોમાં 5G સેવા લોંચ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રો સામેલ છે. દર મહિને અમે જિયો 5G નેટવર્કને આગળ વધારીશું. આજથી 18 મહિના પછી એટલે કે ડિસેમ્બર 2023 સુધી દેશના દરેક શહેર, તાલુકામાં અમારું 5G નેટવર્ક હશે.” આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ‘જિયો 5Gની વધુ એક રોચક સંભાવના અલ્ટ્રા-હાઈ-સ્પીડ ફિક્સ્ડ બ્રોડબેન્ડ છે. જેમાં તમને કોઈ તાર વગર ફાઇબર જેવી સ્પીડ મળશે, આથી તેનું નામ JioAirFiber છે. 5G સેવા ફક્ત અમુક શહેરમાં નહીં હોય, અમે આખા ભારતમાં તેને પહોંચાડવા માટે યોજના બનાવીશું.’

Published by:Mitesh Purohit

First published:

Tags: 5G in India, 5G Smartphone, PM Modi પીએમ મોદી



Source link

Leave a Comment