11-year-old Irfan sets record by climbing 5,162mt Mount Yunnan of himachal pradesh.abg – News18 Gujarati


Abhishek Barad, Gandhinagar: ગુજરાતીનું નામ આવે એટલે સૌ કહે ઉદ્યોગ સાહસિક પરંતુ હવે આજના સમયમાં તો ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે, ત્યારે ગાંધીનગરના માત્ર 11 વર્ષીય બાળકે સાઉથ લદાખ રેન્જમાં 6,110 મીટર ઉંચાઇ ધરાવતા માઉન્ટ યુનાનની 5,162 મીટર ઉંચાઇ સુધી પર્વતારોહણ કર્યુ છે.

ગાંધીનગરના સેકટર 7 માં રહેતા ઈરફાન અને તેમની પત્ની આશીયાને બે પુત્રો છે, ફરહાન (11 વર્ષ ) અને ઝીશાન (6.5 વર્ષ ). ઈરફાનભાઈને નાનપણથી પ્રકૃતિ પ્રત્યે લગાવ અને પર્વતારોહણ કરવું ખૂબ ગમે. આ શોખની શરૂઆત થઈ માત્ર 4 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુ ટ્રેક કર્યું અને ત્યારથી અત્યાર સુધીમાં અંદાજે 60 થી 64 ટ્રેક કરી ચુક્યા છે અને પત્ની પણ 10 જેવા ટ્રેક કર્યા છે. મોરના ઈંડા ચીતરવા ના પડે તેમ કુદરતી રીતે પુત્રોમાં પણ એ ગુણ આવ્યા, ફરહાન 11 વર્ષની ઉંમરમાં 5162 મીટર સુધી પહોંચી ગયો છે,

જયારે ઝીશાન પણ 7 ટ્રેક કરી ચુક્યો છે. પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને તેમના ઘરે પણ જોઈ શકાય છે, રૂમની તમામ દીવાલો પર પર્વત અને પ્રકૃતિના ચિત્રો દોરેલા છે. કોઈપણ પુસ્તકનો સાર તેના કવર પરથી ના કાઢવો જોઈએ ઇમરાનભાઈનો સાદો દેખાવ અને પાતડા બાંધાને જોઈને લોકો હાસી ઉડાવનતા અને અલગ અલગ નામ પાડતા આજે એમની મહેનત અને સફળતા જોઈ એકદમ ચૂપ કરી દીધા છે. તેઓ હાલમાં જ માઉન્ટ યુનાન પર 5162 મીટર સુધી ટ્રેક કરીને આવ્યા છે. કોઈ 11 વર્ષનો બાળક આટલી હાઈટ પર ટ્રેક કર્યું હોય તેવો રાજ્યનો સૌથી યુવા પર્વતારોહક હોવાનો રેકોર્ડ છે તેવો તેના પિતા ઇમરાનભાઈએ દાવો કર્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં માલધારી સમાજના વિવિધ પ્રશ્નો મુદ્દે 21મીએ દૂધ હડતાળ; નાગજી દેસાઈ સરકારને ઘેરશે

માઇનસ 15 થી 20 ડિગ્રી તાપમાનમાં 18થી 25 કિમીની ઝડપે ફુંકાતા બર્ફિલા ઠંડા પવનો વચ્ચે કુમળી વયે આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે. ફરહાન 25 વર્ષથી ઉપરની વયના પર્વતારોહકોને જ પરિમશન મળે છે તેના તમામ માપદંડો પાર કરીને ખાસ પરમિશન મેળવી આ પર્વતારોહણમાં સામેલ થયો હતો\” તેવું તેની સાથે ટ્રેકિંગમાં જોડાયેલાં તેના પિતા ઇરફાન મલેકે જણાવ્યું હતું. તાજેતરમાં એડવેન્ચર વેલી નામની સંસ્થા દ્વારા હિમાચલના માઉન્ટ યુનામ ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં મોટા મોટા પર્વતારોહકો પણ હાર માની જાય ત્યાં અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી કોઈ ઝાડ પણ ઘાસનું તણખલું પણ ના દેખાય તેવી ઉંચાઇ પરના બર્ફિલા પહાડો પર પોતાના સ્વાસ્થ્યને નિયંત્રણમાં રાખીને કોઇપણ પ્રકારના માઉન્ટેઇન સીકનેસના લક્ષણો ના દેખાય તો જ આગળ વધી શકાય તેવા પડકારોને ઝીલીને ફરહાન મલેકે પોતાના અડગ મનોબળનો પરિચય આપતાં માઉન્ટ યુનામને સર કર્યો છે.તેઓરાની સુઈ, બ્રીગુ લેક, માઉન્ટ યુનમ,જોગની વોટરફોલ, હિંગોલગઢ, સાપુતારા, આબુ, ફ્લાવર ઓફ વેલી, ખજિયાર, ઇડર, ચાપાંનેર, રાતનમહાલ, પોલો ફોરેસ્ટ જેવા માઉન્ટ સર કરી ચુક્યા છે અને આગામી સમયમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાની પિતા અને પુત્રનું સ્વપ્ન છે, અને તેને લગતી તૈયારીઓ પણ ચાલુ છે.

આ પણ વાંચો: ગાંધીનગરથી મુંબઈ વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન; આટલા હશે સ્ટોપેજ

આ ટ્રેકિંગ દરમ્યાન પર્વતારોહકોની ટીમમાં ઇરફાન મલેક સાથે તેમનો દિકરો ફરહાન સૌથી નાની વયનો હતો. ત્યાં ઘણી રાતો માઇનસ ડિગ્રી તાપમાનમાં પસાર કરી હતી તેમ છતાં એક પણ ડગલું પાછી પાની કરી નહોતી. આ ટ્રેકના અંત સુધી શારિરીક રીતે ફિટ હતો અને ખરાબ વાતાવરણ, વરસાદ અને બરફવર્ષાને કારણે જ્યારે લીડરે પાછા ફરવાનો નિર્ણય લીધો હતો તે સમયે તેમણે થોડા મીટરના અંતરે યુનામ પર્વતની ટોચ જોઇ જેને મનોમન આવતા વર્ષે સર કરીશું તેવા નિર્ણય સાથે તેઓ પાછા વળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી નાની ઉંમરે તેણે મેળવેલી સિદ્ધિ અત્યંત પ્રસંશનીય છે, જેના પગલે તેણે શહેરના અનેક બાળકો અને યુવાનો માટે પ્રેરણાત્મક ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Mount Abu, Records



Source link

Leave a Comment