185 buses to transport evm and election staff in anand asc – News18 Gujarati


Salim Chauhan, Anand: આણંદ શહેર સહીત જિલ્લામાં આગામી 5મી ડિસેમ્બરે ચુંટણી યોજાનાર છે.ત્યારે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનને લાવવા અને લઇ જવા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. જેના ભાગરૂપે ચુંટણી વિભાગને માંગ મુજબ સાત વિધાનસભા વિસ્તારમાં મોટીબસ કુલ 155 અને મીની 30 બસો સહીત કુલ 185 જેટલી બસોની તંત્ર દ્રારા ફાળવણી કરવામાં આવશે.આમ ચુંટણી વિભાગે મતદાન લક્ષી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ચુંટણી વિભાગે ચુંટણી લક્ષી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.જેના એક્શનપ્લાન મુજબ મતદાન દિવસે ચુંટણીમાં રોકાયેલા સ્ટાફ , કર્મચારી અને ઇવીએમ મશીનોને લાવવા લઇ જવા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. આ સમયે એસટી બસો બગડે નહીં તેનું ખાસ ધ્યાને રાખવા પણ જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં માટે કુલ 24 મોટી બસ, બોરસદ કુલ 21 મોટી બસ, આંકલાવ કુલ 21 ઉમરેઠ કુલ 29, આણંદ કુલ 14 મોટી અને 30 નાની પેટલાદ કુલ 22 મોટી બસ અને સોજીત્રા કુલ 24 મોટી સહિત કુલ 185 બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ ઉમરેઠમાં વિધાનસભામાં એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે. ચુંટણી વિભાગે અત્યારથી ઇવીએમ વીવીપેટ સહિત સ્ટાફને પહોંચાડવા માટે એસટી બસ સહિત અન્ય અધિકારીઓ માટે સ્પેશિયલ વાહનો ફાળવાશે.

ચૂંટણી ટાણે ખાસ તો કર્મચારી સ્ટાફ ને અલગ અલગ સીટો મુજબ પર તૈનાત કરવામાં આવે છે ત્યારે ચટણી વિભાગ દ્વારા કર્મચારી માટે ખાસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે અને સમયસર જે તે સ્થળ પર પોહચવામાં માટે તેવો ને બસમાં મોકલવામાં આવતા હોય છે અને ચૂંટણી પત્યા બાદ આ બસમાં કર્મચારી પરત ફરતા હોય છે આવનારા દિવસોમાં ચૂંટણી સમયે તને બસોની ફાળવણી કર્મચારી માટે કરવામાં આવી છે. જેમાં નાની મોટી બસો મૂકવામાં આવશે અને ઇવીએમ મશીન લઈ જવા કે કર્મચારીને સ્થળોએ હાજર કરવા જેવી કામગીરી આ બસ નિભાવશે હવે ચૂંટણી ને થોડો સમય બાકી રહ્યો છે ત્યારે આણંદ ચૂંટણી વિભાગ દ્વારા કામગીરીની શરૂઆત થઈ ગઈ છે.

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: 2022 Assembly elections, Anand, Local 18



Source link

Leave a Comment